Wednesday, June 29, 2016

અનુકરણ

એક વાર એક પોપટને ઉધરસ થઇ હોવાથી ચંપકલાલ તેના ફેમીલી ડોક્ટર પાસે લઇ ગયા. અને કહે આનો ઈલાજ કરો..તેના ફેમીલી ડોક્ટર કહે આ તો પશુ-પક્ષીના ડોક્ટરનો કેશ છે. હું તો માણસોનો ઈલાજ કરું છું. તો ચંપકલાલ કહે:આને તમે પશુ-પક્ષીના કહો આ તો અમારો ફેમીલી મેમ્બર છે. અને તમે અમારા ફેમીલી ડોક્ટર છો. એટલે ઈલાજ તો તમારેજ કરવો પડશે. ડોક્ટર કહે કાલે તમે બધાં ફેમીલી સાથે આવો, હું ઈલાજ કરી આપીશ. બીજે દિવસે ફેમીલી મેમ્બર બધાં પોપટને લઈને ડોક્ટર પાસે આવ્યા..ડોક્ટરે બધાને તપાસ્યા અને પોપટ સિવાય બધાને દવા આપી. ચંપકલાલ કહે: અમને બધાને નહી પોપટને દવા આપો. ડોક્ટર કહે દવાની પોપટને જરૂર નથી.પોપટ તો તમારું અનુકરણ કરે છે. પહેલા રોજ સવારમાં ઉઠીને તમે સીતારામ બોલતા તો પોપટ સીતારામ બોલતો, પણ હવે રોજ સવારથી આખું ઘર ખો ખો કરે છે માટે પોપટ તો અનુકરણ કરે છે. તમે દવા લેશો એટલે પોપટને સારું થય જશે.
મોરલ : છોકરાઓ પણ પોપટ જેવાજ હોય છે, જે નજીકનાઓ નું અનુકરણ કરે છે, જો વ્યાસન હોય તો છોકરાઓની ભાળતા ન કરવું
@ નીતિન ગજ્જર

જૂની યાદો

પૈસા ઓછા હતા,
પણ સુખ ખુબ હતુ.....
હમણાં એક મીત્ર સાથે વાત થઈ..
અને અચાનક યાદ આવ્યુ કે આપણે આખર તારીખ તો
ભુલી જ ગયા,
હું નાનો હતો ત્યારે 20 તારીખ પછી કોઈ વસ્તુની માગણી કરતો ત્યારે પપ્પા કહેતા બેટા આખર તારીખ ચાલે છે, પગાર આવે એટલે લાવી આપીશ..
આખર તારીખ કોને કહેવાય તે વાત તો મારા બાળકોને ખબર જ નથી, પણ હું પણ ભુલી ગયો..
પહેલા પહેલી તારીખ કયારે આવે તેનો મને ઈંતઝાર રહેતો હતો,
પચાસ વારના નાનકડા ઘરમાં અમે ચાર રહેતા, મમ્મી-પપ્પા અને નાના ભાઈ સાથે,
પણ લાગતુ કે હું દુનિયાનો સૌથી સુખી માણસ છુ.
પૈસા ઓછા હતા..
ઘર નાનુ હતું..
સગવડો ન્હોતી પણ સુખ હતું.
1 તારીખે મમ્મી-પપ્પા ઓફિસેથી આવતા કઈક ખાવાની કઈક વસ્તુ લઈ આવતા (બસો ગ્રામ દાલવડા, બીસ્કીટ , પાપડી) અને અમે ચારે સાથે બેસી નાસ્તો કરતા બસ પેટ અને મન મને સંતુષ્ટ થઈ જતા હતો, બહારનો નાસ્તો મહિને એક જ વખત થતો હતો. અને તે પણ પગાર આવે ત્યારે વાત આખર તારીખને હવે તે વાત જ ભુલાઈ ગઈ, મારા બાળકોને આખર તારીખ કોને કહેવાય તેની ખબર નથી અને હું પણ તેમને હમણાં પૈસા નથી પગાર આવે એટલે લાવીશુ તેવુ કહેતો નથી..તેના ઘણા કારણો છે પણ તેની ચર્ચા અહિયા કરવી નથી.
પણ સુખ કઈ બાબતોમાં હતુ...
(1) આમ તો મહિનો છેલ્લે દિવસ હોય તેને આખર તારીખ કહેવાય એટલે 30 અથવા 31. આ દિવસે શાળા બે પિરીયડ વહેલી છુટતી હતી.. એટલે મહિનાના છેલ્લાં દિવસે ઘરે જઈ વધુ રમવા મળશે તેનો આનંદ હતો.

(2) ઘરે કોઈ સાયકલ લઈ આવે તો તેને સ્પર્શ કરી જોતો, મને થતુ કે મારી પાસે કયારે સાયકલ આવશે.. મારા પપ્પાએ જયારે મને પહેલી વખત તેમની સાયકલ આપી અને ડંડાની વચ્ચેથી અડધા પેડલ મારી સાયકલ ચલાવતા શીખ્યો ત્યારે લાગ્યુ અરે વ્હા મઝા આવી ગઈ,
આ ક્ષણનો તો કેટલીય જીંદગીઓથી ઈંતઝાર કરતો હતો.

(3) ઘરે કોઈ મહેમાન આવે તો ઘરમાં બધાને સારૂ લાગતુ હતું, વાતો કરીશુ... જમવામાં મમ્મી કઈ સારૂ બનાવશે.. મોડા સુધી જગતા.. મહેમાન જાય ત્યારે તેમને છેક એએમટીએસ બસ સ્ટેન્ડ સુધી મુકવા જતા હતા, મહેમાન ગયા પછીનું ઘર ખાવા દોડતુ હતું (આજે અરે મારી ટીવી સિરીયલ વખતે કયાં કોઈ આવ્યુ તેવુ થાય.. ઘરની બહાર સુધી પણ મુકવા જવાની વાત તો દુરની રહી)

(4) વેકેશન પણ સુખ હતુ.. મામાના ઘરે.. કાકાને ત્યાં દિવસોના દિવસો રહેતા હતા, ઉનાળુ વેકેશનમાં પરસેવે રેબઝેબ થઈ જતા છતાં લાગતુ કે આપણે સ્વીઝરલેન્ડમાં આવી ગયા.

(5) સ્કુલ બેગ એટલે કપડાની થેલી રહેતી, તેને દફતર કહેતા, કયારે ઘરમાં શાકની થેલીના ના મળે તો મમ્મી અમારા ચોપડા બહાર કાઢી શાક લઈ આવતી અને ફરી પાછુ અમારુ દફતર થઈ જતું, સ્કુલમાં કોઈ મીત્ર પતરાની અથવા એલ્યુમીનમની બેગ લઈ આવે તો લાગતુ બહું માલદાર પાર્ટી છે.

(6) વરસાદ પડે તો ન્હાવાનો આનંદ તો રહેતો, પણ ખોચામણી રમવા મળશે તેનો રોમાંચ કઈક જુદો જ હતો, નાકામી માચીસ ઉપરના ફોટા, લખોટી જો મળી જાય તો હમણાંની કોઈ વીડીયો ગેઈમ મળી હોય તેવી મઝા પડતી.

(7) ફિલ્મ જોવી એટલી એવરેસ્ટ ચઢવા જેવુ કામ હતું, કારણ તેની ટીકીટ લેવા માટે એકાદ કલાક લાઈનમાં ઉભા રહેવુ પડતુ,
ત્યારે થીયેટર ઉપર એક પડછંદ પઠાણ ઉભો રહેતો તેને લાલો કહેતા, તેનું કામ ટીકીટ લેવા આવનારન લાઈનમાં ઉભા રાખવાનું હતું, લાઈન તોડનારને તે લાકડી લાકડીએ ફટકારતો,
માર ખાઈને પણ લોકો લાઈનમાં ઉભા રહેતા..
લાઈનમાં ઉભા હોઈએ ત્યારે તમામ ઈષ્ટદેવોને યાદ કરી કહેવાનું કે ભગવાન મારો નંબર ટીકીટ બારી સુધી આવે ત્યાં સુધી ટીકીટ બારી ચાલુ રાખજે..
અને ટીકીટ મળે ત્યારે અમેરીકાના વીઝા જેટલો આનંદ થતો હતો.

(8) લગ્નમાં જમવા જવાનું હોય તો તેની કેટલાંય દિવસો પહેલા તૈયારી ચાલતી હતી, ત્યારે લગ્નમાં પંગત બેસતી એટલે મહેમાનોને પાટલા ઉપર બેસાડી જમાડતા, જો પહેલી પંગતમાં જમવા માટે વીઆઈપી હોવાનો અહેસાસ થતો હતો.

(9) નવા કપડા તો દિવાળી જ મળે, તેમાં પણ અમદાવાદના ત્રણ દરવાજા પાસે એક દુકાન હતી જે આજે પણ છે જેનું નામ બચુભાઈ રેડીમેઈડવાળા છે, અહિયા કપડાં સસ્તા મળતા એટલે જવાનું, (ત્યારે સીજીરોડનો જન્મ થયો ન્હોતો) દુકાનદાર પોતાની દુકાનમાંથી ઉભા રહી તમારૂ માપ નક્કી કરતો, અને કપડાંનો ઘા કરતો, દુકાનપુરી થાય એટલે સીધી ફુટપાથ શરૂ થયા, ઘણી વખત મમ્મી ફુટપાથ ઉપર જ પહેરેલા કપડાં ઉપર નવા કપડાં પહેરાવી જોઈ લેતી, માપની બહુ ચીંતા કરવાની નહીં, નવા કાપડનો અહેસાસ શેર લોહી વધારી દેતો હતો.

(10) આખી સોસાયટીમાં પહેલા એક જ સજ્જન ના ઘરે ફ્રિજ હતું, ઉનાળામાં કયારેક બરફની ટ્રે મળી જતી, બરફની ટ્રે હાથમાં હોય ત્યારે આનંદમાં એવુ લાગતુ કે હમણાં જ મારૂ શરીર ઠંડુ પડી જશે.એકના ઘરે ફોન હતો..કોઈ સગા ફોન કરે અને પડોશી બોલાવે ત્યારે બીક પણ લાગતી કારણ ફોન તો માઠા સમાચાર માટે જ આવે તેવુ મોટા ભાગે થતું કારણ સારા સમાચાર તો પોસ્ટકાર્ડમાં આવી જતા
આજે સમજાય છે કે
સુખ સગવડોમાં ન્હોતુ,
નાની નાની વાતો સુખી કરતી હતી,
કારણ ત્યારે આખર તારીખ આવતી હતી,
આજે તારીખ તો આવે છે, પણ તે આખરી હોતી નથી..
રોજ પહેલી તારીખ જ હોય છે.આજે મોટુ ઘર છે, ટીવી છે, કાર છે, બેન્ક બેલેન્સ છે છતાં આપણે શોધીએ છે સુખને.....

Excellent, indeed


Sent from my iPhone

પાપ નું ફળ કોને ?

🙏अनजाने कर्म का फल

VERY INTRESTING👇

एक राजा ब्राह्मणों को लंगर में महल के आँगन में भोजन करा रहा था ।
राजा का रसोईया खुले आँगन में भोजन पका रहा था ।
उसी समय एक चील अपने पंजे में एक जिंदा साँप को लेकर राजा के महल के उपर से गुजरी ।
तब पँजों में दबे साँप ने अपनी आत्म-रक्षा में चील से बचने के लिए अपने फन से ज़हर निकाला ।
तब रसोईया जो लंगर ब्राह्मणो के लिए पका रहा था, उस लंगर में साँप के मुख से निकली जहर की कुछ बूँदें खाने में गिर गई ।
किसी को कुछ पता नहीं चला ।
फल-स्वरूप वह ब्राह्मण जो भोजन करने आये थे उन सब की जहरीला खाना खाते ही मौत हो गयी ।
अब जब राजा को सारे ब्राह्मणों की मृत्यु का पता चला तो ब्रह्म-हत्या होने से उसे बहुत दुख हुआ ।

ऐसे में अब ऊपर बैठे यमराज के लिए भी यह फैसला लेना मुश्किल हो गया कि इस पाप-कर्म का फल किसके खाते में जायेगा .... ???
(1) राजा .... जिसको पता ही नहीं था कि खाना जहरीला हो गया है ....
या
(2 ) रसोईया .... जिसको पता ही नहीं था कि खाना बनाते समय वह जहरीला हो गया है ....
या
(3) वह चील .... जो जहरीला साँप लिए राजा के उपर से गुजरी ....
या
(4) वह साँप .... जिसने अपनी आत्म-रक्षा में ज़हर निकाला ....

बहुत दिनों तक यह मामला यमराज की फाईल में अटका (Pending) रहा ....

फिर कुछ समय बाद कुछ ब्राह्मण राजा से मिलने उस राज्य मे आए और उन्होंने किसी महिला से महल का रास्ता पूछा ।
उस महिला ने महल का रास्ता तो बता दिया पर रास्ता बताने के साथ-साथ ब्राह्मणों से ये भी कह दिया कि "देखो भाई ....जरा ध्यान रखना .... वह राजा आप जैसे ब्राह्मणों को खाने में जहर देकर मार देता है ।"

बस जैसे ही उस महिला ने ये शब्द कहे, उसी समय यमराज ने फैसला (decision) ले लिया कि उन मृत ब्राह्मणों की मृत्यु के पाप का फल इस महिला के खाते में जाएगा और इसे उस पाप का फल भुगतना होगा ।

यमराज के दूतों ने पूछा - प्रभु ऐसा क्यों ??
जब कि उन मृत ब्राह्मणों की हत्या में उस महिला की कोई भूमिका (role) भी नहीं थी ।
तब यमराज ने कहा - कि भाई देखो, जब कोई व्यक्ति पाप करता हैं तब उसे बड़ा आनन्द मिलता हैं । पर उन मृत ब्राह्मणों की हत्या से ना तो राजा को आनंद मिला .... ना ही उस रसोइया को आनंद मिला .... ना ही उस साँप को आनंद मिला .... और ना ही उस चील को आनंद मिला ।
पर उस पाप-कर्म की घटना का बुराई करने के भाव से बखान कर उस महिला को जरूर आनन्द मिला । इसलिये राजा के उस अनजाने पाप-कर्म का फल अब इस महिला के खाते में जायेगा ।

बस इसी घटना के तहत आज तक जब भी कोई व्यक्ति जब किसी दूसरे के पाप-कर्म का बखान बुरे भाव से (बुराई) करता हैं तब उस व्यक्ति के पापों का हिस्सा उस बुराई करने वाले के खाते में भी डाल दिया जाता हैं ।

अक्सर हम जीवन में सोचते हैं कि हमने जीवन में ऐसा कोई पाप नहीं किया, फिर भी हमारे जीवन में इतना कष्ट क्यों आया .... ??

ये कष्ट और कहीं से नहीं, बल्कि लोगों की बुराई करने के कारण उनके पाप-कर्मो से आया होता हैं जो बुराई करते ही हमारे खाते में ट्रांसफर हो जाता हैं ....

इसलिये आज से ही संकल्प कर लें कि किसी के भी और किसी भी पाप-कर्म का बखान बुरे भाव से कभी नहीं करना यानी किसी की भी बुराई या चुगली कभी नहीं करनी हैं ।
लेकिन यदि फिर भी हम ऐसा करते हैं तो हमें ही इसका फल आज नहीं तो कल जरूर भुगतना ही पड़ेगा !!!!

A very deep philosophy of Karma example ☝
🙏


Sent from my iPhone

Tuesday, June 28, 2016

ફુટડો યુવાન હિપેટાઇટીસ - બી નો ભોગ બન્યો.

16-17 વર્ષની ઉંમરનો એક ફુટડો યુવાન હિપેટાઇટીસ - બી નો ભોગ બન્યો. બેંકમાં સારી પોસ્ટ પર નોકરી કરતા એના પિતા પોતાના આ લાડકવાયા દિકરાની સારવાર માટેના તમામ પ્રયાસો કરી રહ્યા હતા. તમામ પ્રયાસો છતા છોકરો દિવસે-દિવસે વધારે નબળો પડતો જતો હતો. એક દિવસ એના પિતા આ છોકરાને લઇને હોસ્પીટલ પર આવ્યા. છોકરો એટલો પરવશ હતો કે એના પિતાએ એને ઉપાડીને હોસ્પીટલ આવવું પડ્યું. છોકરાને સંપૂર્ણપણે તપાસ્યા બાદ ડોકટરો અંદરોઅંદર અંગ્રેજીમાં વાતો કરી રહ્યા હતા.

છોકરો આ વાત સાંભળતો હતો એટલે ડોકટરો આગળ વધુ વાતો કરે એ પહેલા છોકરાના પિતાએ ડોકટરોને વાતો કરતા અટકાવ્યા. છોકરો હોશિયાર હતો અને અંગ્રેજી સારુ જાણતો હતો એટલે ડોકટરોની વાત સાંભળીને એની આંખમાં આંસુ આવી ગયા. બાપને સમજતા વાર ન લાગી કે દિકરાને પણ સમજાઇ ગયુ છે કે એ હવે લાંબું જીવી શકે તેમ નથી અને માત્ર થોડા સમયનો જ મહેમાન છે. બાપે દિકરાને એટલું જ કહ્યુ કે "બેટા તારી મમ્મીને આ વાતની ખબર પડશે તો એ સાવ પડી ભાંગશે." છોકરાએ એના પપ્પાને હિંમત આપતા કહ્યુ કે "પપ્પા ચિંતા ના કરશો મમ્મીને આ બાબતે કંઇ જ ખબર નહિ પડે."

છોકરાને હોસ્પિટલથી ઘરે લાવ્યા. આ પરિવાર સાથે અંગત સંબધ ધરાવતા એક ડોકટરને આ બાબતની ખબર પડી એટલે એ ડોકટર છોકરાને રુબરુ મળવા માટે આવ્યા. છોકરાના રૂમમાં ગયા. બીજા સભ્યોને રૂમની બહાર મોકલી દીધા. છોકરાનો હાથ પોતાના હાથમાં લઇને પુછ્યુ , " બેટા , જીવવું છે ? " છોકરાએ આંખમાં આંસું સાથે જવાબ આપ્યો , " હા અંકલ , બહુ જ ઇચ્છા છે જીવવાની. હજુ તો હમણા જ કોઇ છોકરીએ મારા હદયરૂપી ખેતરના ચાસમાં વાવેલા પ્રેમના બી અંકુરીત થયા છે. આ પ્રેમના અંકુરથી જ મને ખુબ આનંદ મળ્યો છે. મને તો એના વિશાળ વૃક્ષના ફળ ખાવાની ઇચ્છા છે. "

ડોકટરે એના માથા પર પ્રેમથી હાથ ફેરવતા ફેરવતા કહ્યુ , " બેટા , જો તારી જીવવાની ઇચ્છા પ્રબળ છે તો આપણે મૃત્યું સામે જંગ માંડીએ. મને વિશ્વાસ છે કે આપણે તેમા જીતીશું. ભગવાન પણ આપણને મદદ કરશે." ડોકટર પોતાના ઘરેથી વીસીઆર અને કેટલીક વિડીયો કેસેટ લઇ આવ્યા. આ છોકરાને જોવા માટે આપી. જીવનમાં પોઝીટીવીટી આવે એ પ્રકારની આ કેસેટો હતી. ક્યારેક ડોકટર પણ સાથે બેસીને આ યુવાનને સમજાવે કે 'જો બેટા ફિલ્મના આ પાત્રને કેટલું દુ:ખ પડે છે પણ એ કોઇ ફરિયાદ કર્યા વગર કેવું સરસ જીવન જીવે છે અને કુદરત એને સાથ આપે છે.'

જીંદગીને જીવવાના સંકલ્પે અને હકારાત્મક વિચારસરણીએ આ યુવાનમાં પ્રાણ ફુંક્યા.ડોકટરોના તમામ તારણો ખોટા પાડીને એ મોતને સતત દુર ઠેલતો રહ્યો. રીલાયન્સ જેવી કંપનીમાં સારી નોકરી મળી. જે છોકરી સાથે પ્રેમ થયો હતો તેની સાથે જ લગ્ન પણ થયા. અને પ્રેમના ફળ સ્વરૂપે એક દિકરી અને એક દિકરાના પિતા બનવાનું સૌભાગ્ય પણ એમને પ્રાપ્ત થયું.

આજે આ યુવાન 44 વર્ષનો છે અને રિલાયન્સની નોકરી છોડીને નાણાકિય સલાહકાર તરિકેનો સ્વતંત્ર વ્યવસાય કરે છે. આજે પણ એને ઘણી શારિરિક તકલીફો છે. સમયાંતરે નિયમિત અમુક સારવાર લેવી પડે છે અને છતાય એ મોજથી જીંદગી જીવે છે, કોઇપણ જાતની ફરિયાદો કર્યા વગર.

મિત્રો, નાની-નાની તકલીફોમાં ફરિયાદ કરનારા આપણે આ યુવાનની તકલીફો સામે જોઇએ ત્યારે કુદરતે આપણને ઘણી સારી સ્થિતીમાં રાખ્યાની અનુભુતિ થયા વગર રહેતી નથી. આ યુવાન એટલે પોરબંદરના મૂળ રહેવાસી અને હાલમાં ઇન્સ્યોરન્સ બીઝનેસ સાથે સંકળાયેલ વિજય ભટ્ટ અને આ યુવાનને મૃત્યું સામેની લડાઇ લડવામાં સહાય કરનાર પેલા ડોકટર એટલે ભાવનગરના જાણીતા લેખક-ડોકટર ડો. આઇ. કે. વિજળીવાલા.

संत श्री नरसी मेहता घर श्राद्ध

नरसी मेहता जी के जीवन की एक घटना आप सभी महानुभावों को अर्पित है।

एक बार नरसी जी का बड़ा भाई वंशीधर नरसी जी के घर आया।
पिता जी का वार्षिक श्राद्ध करना था।

वंशीधर ने नरसी जी से कहा :- 'कल पिताजी का वार्षिक श्राद्ध करना है।
कहीं अड्डेबाजी मत करना बहु को लेकर मेरे यहाँ आ जाना।
काम-काज में हाथ बटाओगे तो तुम्हारी भाभी को आराम मिलेगा।'

नरसी जी ने कहा :- 'पूजा पाठ करके ही आ
सकूँगा।'

इतना सुनना था कि वंशीधर उखड गए और बोले :- 'जिन्दगी भर यही सब करते रहना।
जिसकी गृहस्थी भिक्षा से चलती है, उसकी सहायता की मुझे जरूरत नहीं है।
तुम पिताजी का श्राद्ध अपने घर पर अपने हिसाब से कर लेना।'

नरसी जी ने कहा :-``नाराज क्यों होते हो भैया?
मेरे पास जो कुछ भी है, मैं उसी से श्राद्ध कर लूँगा।'

दोनों भाईयों के बीच श्राद्ध को लेकर झगडा हो गया है, नागर-मंडली को मालूम हो गया।

नरसी अलग से श्राद्ध करेगा, ये सुनकर नागर मंडली ने बदला लेने की सोची।

पुरोहित प्रसन्न राय ने सात सौ ब्राह्मणों को नरसी के यहाँ आयोजित श्राद्ध में आने के लिए
आमंत्रित कर दिया।

प्रसन्न राय ये जानते थे कि नरसी का परिवार
मांगकर भोजन करता है।
वह क्या सात सौ ब्राह्मणों को भोजन कराएगा?
आमंत्रित ब्राह्मण नाराज होकर जायेंगे और तब उसे ज्यातिच्युत कर दिया जाएगा।

अब कहीं से इस षड्यंत्र का पता नरसी मेहता जी की पत्नी मानिकबाई जी को लग गया वह चिंतित हो उठी।

अब दुसरे दिन नरसी जी स्नान के बाद श्राद्ध के लिए घी लेने बाज़ार गए।
नरसी जी घी उधार में चाहते थे पर किसी ने
उनको घी नहीं दिया।

अंत में एक दुकानदार राजी हो गया पर ये शर्त
रख दी कि नरसी को भजन सुनाना पड़ेगा।

बस फिर क्या था, मन पसंद काम और उसके बदले घी मिलेगा, ये तो आनंद हो गया।

अब हुआ ये कि नरसी जी भगवान का भजन सुनाने में इतने तल्लीन हो गए कि ध्यान ही नहीं रहा कि घर में श्राद्ध है।

मित्रों ये घटना सभी के सामने हुयी है।
और आज भी कई जगह ऎसी घटनाएं प्रभु करते हैं ऐसा कुछ अनुभव है।
ऐसे-ऐसे लोग हुए हैं इस पावन धरा पर।

तो आईये कथा मे आगे चलते हैं...

अब नरसी मेहता जी गाते गए भजन उधर नरसी के रूप में भगवान कृष्ण श्राद्ध कराते रहे।

यानी की दुकानदार के यहाँ नरसी जी भजन गा रहे हैं और वहां श्राद्ध "कृष्ण भगवान" नरसी जी के भेस में करवा रहे हैं।

जय हो, जय हो वाह प्रभू क्या माया है.....
अद्भुत, भक्त के सम्मान की रक्षा को स्वयं भेस धर लिए।

वो कहते हैं ना की :-

"अपना मान भले टल जाए, भक्त का मान न टलते देखा।

प्रबल प्रेम के पाले पड़ कर, प्रभु को नियम बदलते देखा,

अपना मान भले टल जाये, भक्त मान नहीं टलते देखा।"

तो महाराज सात सौ ब्राह्मणों ने छककर भोजन किया।
दक्षिणा में एक एक अशर्फी भी प्राप्त की।

सात सौ ब्राह्मण आये तो थे नरसी जी का अपमान करने और कहाँ बदले में सुस्वादु भोजन और अशर्फी दक्षिणा के रूप में...
वाह प्रभु धन्य है आप और आपके भक्त।

दुश्त्मति ब्राह्मण सोचते रहे कि ये नरसी जरूर जादू-टोना जानता है।

इधर दिन ढले घी लेकर नरसी जी जब घर आये तो देखा कि मानिक्बाई जी भोजन कर रही है।

नरसी जी को इस बात का क्षोभ हुआ कि श्राद्ध क्रिया आरम्भ नहीं हुई और पत्नी भोजन करने बैठ गयी।

नरसी जी बोले :- 'वो आने में ज़रा देर हो गयी। क्या करता, कोई उधार का घी भी नहीं दे रहा था, मगर तुम श्राद्ध के पहले ही भोजन क्यों कर रही हो?'

मानिक बाई जी ने कहा :- 'तुम्हारा दिमाग तो ठीक है?
स्वयं खड़े होकर तुमने श्राद्ध का सारा कार्य किया।
ब्राह्मणों को भोजन करवाया, दक्षिणा दी।
सब विदा हो गए, तुम भी खाना खा लो।'

ये बात सुनते ही नरसी जी समझ गए कि उनके इष्ट स्वयं उनका मान रख गए।

गरीब के मान को, भक्त की लाज को परम प्रेमी करूणामय भगवान् ने बचा ली।

मन भर कर गाते रहे :-

कृष्णजी, कृष्णजी, कृष्णजी कहें तो उठो रे प्राणी।
कृष्णजी ना नाम बिना जे बोलो तो मिथ्या रे वाणी।।

भक्त के मन में अगर सचमुच समर्पण का भाव
हो तो भगवान स्वयं ही उपस्थित हो जाते हैं.

बोलो सावंरे सेठ की जय...

श्रीकृष्ण भक्त शिरोमणी संत श्री नरसी मेहता की जय..

..जय जय श्री राधे .
💐🌺🌻🌸🌹🌷🍀🍁

સંત તુકારામ

સંત તુકારામ ના પત્ની ખૂબ કર્કશ સ્વભાવ ના અને ઝઘળાડુ હતા. તેને સંતના ભક્તિ ના કામ ગમતાં નહોતા. તેથી વારંવાર સંતને કડવા વચનો કહેતા તેમજ વાસણ કે વેલણ થી પૂજા કરી લેતા!તુકારામજીને રંજ કે ફરિયાદ ન હતી. એક વખત સંત શેરડી નો સાંઠો લાવ્યા પૃસાદ કરી પત્ની ને ખાવા આપ્યો . તેના પત્ની કોઈ ક બાબતે વ્યથિત હશે તેથી આવેશ માં સંતને સાંઠો વાંસામાં ફટકાર્યો. બે કટકા થઈ ગયા. સંત બોલ્યા મને ખબર હતી કે તું મને મૂકી ને એકલી નહીં જ ખાય! એટલે જ બે કટકા કર્યા! શું તારો પ્રેમ ! જોકે મોટા ભાગે ભક્તો, સન્તો ,ફિલસુફો અને વૈજ્ઞાનિકો ના પત્નીઓ કર્કશા હોય છે. કદાચ તેમની સફળતાની પાછળ આરીતે તેમનો હાથ હશે. સોક્રેટિસ અને આઈન્સ્ટાઈન આના જાણીતા ઉદાહરણ છે. ભક્તિના માર્ગ પર જાવ એટલે પરીક્ષા થાય અને પહેલો વિરોધ પોતાનાજ કુટુંબમાં થી થાય.પત્ની ,સંતાનો,ભાઈ બહેનો વિરોધ કરે. પડોશી ,સગા વ્હાલા અને જ્ઞાતિજનો તો છેજ. નરસિમહેતા અને મીરાંબાઈ જાણીતા દાખલા છે.

Tuesday, June 21, 2016

સંતાનની સરખામણી

એક છોકરો એના પિતા સાથે ફરવા માટે નિકળ્યો હતો. પિતા ગાડી ચલાવતા હતા અને દિકરો બાજુમાં બેઠો હતો. પિતાને એમની આ i10 કાર ખુબ વહાલી હતી.એટલે ખુબ કાળજીપૂર્વક લગભગ 80ની સ્પીડથી ગાડી ચલાવી રહ્યા હતા.
થોડીવાર પછી એક હોન્ડાસીટી કાર આ ગાડીને ઓવરટેક કરીને આગળ નીકળી ગઇ. બાજુની સીટ પર બેઠેલા દિકરાએ પિતાને કહ્યુ," પપ્પા, જુઓ જુઓ, આ ગાડી આપણી આગળ નીકળી ગઇ. સતમે બહુ ધીમી ગાડી ચલાવો છો પપ્પા. હવે તમે પણ જરા લીવરનો ઉપયોગ કરો આપણે એ ગાડીને ઓવરટેક કરી લઇએ." પિતાએ હસતા હસતા કહ્યુ," બેટા એ શક્ય નથી કારણકે આપણી ગાડી કરતા એ ગાડીની કેપેસીટી વધુ સારી છે અને એટલે આપણે આપણી ગાડીનું લીવર ગમે તેટલુ દાબીએ તો પણ આપણે એ કારને ઓવરટેઇક ન કરી શકીએ."
હજુ તો બાપ-દિકરા વચ્ચેની વાત ચાલુ જ હતી ત્યાં એક મર્સીડીસ કાર વાયુવેગે આવી અને સાઇડ કાપીને આગળ નીકળી ગઇ, છોકરાએ પિતાને કહ્યુ, "શું પપ્પા તમે પણ આમ ગાડી ચલાવાતા હશે! આ બીજી ગાડી પણ આપણી આગળ નીકળી ગઇ જરા લીવર દબાવો. પપ્પા સાચુ કહુ મને તો એવુ લાગે છે કે તમને ગાડી ચલાવતા આવડતું જ નથી."
પિતાએ થોડા ગુસ્સા સાથે કહ્યુ, " બેટા, મેં તને કહ્યુ તો ખરુ કે જે ગાડી આપણને ઓવરટેઇક કરીને આગળ જતી રહે છે એ બધી જ ગાડીની એન્જીનની ક્ષમતા આપણી ગાડીના એન્જીનની ક્ષમતા કરતા વધુ છે એટલે આપણી આગળ નીકળી જાય એ સ્વાભાવિક છે." પિતા દિકરાને આગળ કંઇ કહે એ પહેલા એક સ્પોર્ટસ કાર આવીને સડસડાટ જતી રહી. દિકરો હવે એમની સીટ પર ઉભો થઇ ગયો. એના પપ્પાને કહ્યુ, " પપ્પા, હવે તો સ્વીકારી લો કે તમને ગાડી ચલાવતા નથી આવડતી. એક પછી એક બધી કાર આપણી કારને ઓવરટેઇક કરીને આગળ નીકળી ગઇ."
પિતાથી ના રહેવાયુ એટલે એ છોકરા પર તાડુક્યા, " શું ક્યારનો મંડી જ પડ્યો છે. હું તને જે સમજાવાનો પ્રયાસ કરુ છુ એમાં તને સમજ નથી પડતી ? તને આપણી આગળ નીકળી ગઇ એ કાર જ દેખાય છે ? આપણા કરતા ઓછી કેપેસીટી વાળી ઘણીબધી ગાડીઓની સાઇડ કાપીને આપણે આગળ નીકળી ગયા. તને એ ગાડીઓ કેમ નથી દેખાતી ? એક વાત સમજી લે, જે ગાડીઓ આપણી આગળ નીકળી રહી છે એ ગાડીઓથી આગળ નીકળવા આપણી ગાડીનું લીવર ગમે તેટલું દાબીએ તો પણ આપણે એની આગળ ન જ થઇ શકીએ પણ ઉલટાની આપણી ગાડીને કંઇક નુકસાન થાય."
છોકરાએ ધીમેથી પપ્પાને વહાલ કરતા કહ્યુ, " પપ્પા, આપ કેટલા સમજુ છો. પપ્પા એક ગાડીની સરખામણી બીજી ગાડી સાથે ન થઇ શકે એ આપ ખુબ સારી રીતે જાણો છો તો પછી મારી સરખામણી તમે બીજા અતિ હોશિયાર વિદ્યાર્થીઓ સાથે કરીને મને કેમ સતત ટોકટોક કર્યા કરો છો ? હું એની સાઇડ કાપવા જઇશ તો મને પણ નુકશાન ન થઇ શકે? અને મારી આગળ નીકળી ગયેલા બધા વિદ્યાર્થી તમને દેખાય છે પણ હું બીજા ઘણા કરતા આગળ છું એ તમને કેમ નથી દેખાતુ ? "
મિત્રો, ભગવાને દરેકના ઘરે જુદી-જુદી ક્ષમતાવાળા સંતાનો આપેલા છે. બીજા કોઇની સાથે આપણા સંતાનોની સરખામણી કરીને એની ક્ષમતા બહારની અપેક્ષાઓ રાખીશું તો ઉલટાનું આપણી સંતાનરૂપી ગાડીને પણ નુકસાન થશે.

ચાવી અને હથોડી

એક સરદારજી હતા જે તાળાઓની ચાવી બનાવવાનું કામ કરતા હતા. સરદારજીની દુકાનમાં એકદિવસ હથોડી અને ચાવી વાતોએ ચડ્યા. સરદારજી કોઇ કામ સબબ બહારગામ ગયા હતા એટલે હથોડી અને ચાવી સાવ નવરા જ બેઠા હતા. ઘણા સમય પછી આજે નવરાશ મળી એટલે બંને વાતોએ વળગી. વાતો દરમ્યાન ચાવીને એવુ લાગ્યુ કે હથોડી થોડી નિરાશ છે. એમણે હથોડીને જ આ બાબતે પુછ્યુ.

હથોડીએ કહ્યુ, " યાર મને એ જવાબ આપ કે આપણા બંનેમાંથી વધુ શક્તિશાળી અને મોટું કોણ છે?" ચાવીએ તો તુંરત જ જવાબ આપ્યો, "આપ જ મારા કરતા મોટા અને શક્તિશાળી છો. હું તો સાવ નાનકડી છું. આપની સરખામણીમાં મારામાં લોખંડ પણ બહુ ઓછુ વપરાયુ છે. આપ મારા કરતા કદમાં પણ મોટા છો અને મારાથી કેટલાય ગણુ વધુ લોખંડ આપનામાં છે."

હથોડીએ હવે પોતાની હતાશાનું કારણ બતાવતા કહ્યુ, " હું તારા કરતા મોટી અને શક્તિશાળી હોવા છતાય તું જેટલી સરળતાથી તાળાને ખોલી શકે છે એટલી સરળતાથી હું કેમ તાળુ ખોલી શકતી નથી ? હું તો કેટલી વાર સુધી મહેનત કરું ત્યારે માંડ તાળુ તુટે અને ઘણીવાર તો ગમે એટલી મહેનત પછી પણ તુટતુ નથી."

ચાવીએ હથોડીની સામે સ્મિત આપીને કહ્યુ, "દોસ્ત, તું તાળાને ઉપરના ભાગે મારે છે અને હું તાળાની અંદર જઇને પ્રેમથી એના હદય પર મારો હાથ ફેરવું છું એટલે એ ખટાક દઇને બહુ સરળતાથી ખુલી જાય છે."

મિત્રો, લોકોને ખોલવા હોય તો બહારના પ્રયાસો કરવાથી ન ખુલે એ માટે એની અંદર જઇને(એને પુરી રીતે સમજીને) એના હદયને પ્રેમથી સ્પર્શવામાં આવે તો ગમે તેવા માણસનું હદય પણ તાળાની જેમ સરળતાથી ખુલી જાય છે.

Monday, June 20, 2016

“મારી ઇચ્છા એક સ્માર્ટ ફોન બનવાની છે.

Must read:- ...શહેરની એક શાળામાં શિક્ષિકાની જોબ કરતી કુમુદિની સાંજનું ડીનર પતાવી એના ઘરમાં ફેમીલી રૂમના એક ટેબલ પર એના વર્ગના વિદ્યાર્થીઓના હોમ વર્કની નોટ ો તપાસવા બેસી ગઈ...
કુમુદિનીનો પતિ રાકેશ સોફામાં બેસી એના સ્માર્ટ ફોનમાં ધ્યાન કેન્દ્રિત કરીને એની ગમતી ગેમ રમવામાં પરોવાઈ ગયો.

છેલ્લી નોટ બુક વાંચ્યા પછી એકાએક કુમુદિનીની આંખો આંસુઓથી ભરાઈ ગઈ.એક પણ શબ્દ બોલ્યા સિવાય એ મુંગા મુંગા રડવા લાગી.

પતિ રાકેશએ પત્નીને રડતી જોઈ પૂછ્યું :"કુમુદિની શું થયું? કેમ રડે છે ?"

કુમુદિની:"ગઈ કાલે મેં મારા પહેલા ધોરણના વિદ્યાર્થીઓને "તમારે શું બનવાની ઇચ્છા છે? "એ વિષય પર નોટમાં થોડાં વાક્યો લખવાનું ગૃહકામ આપ્યું હતું.

રાકેશએ ફરી પૂછ્યું :"ઓ.કે.પણ એ તો કહે કે તું રડે છે કેમ ?"

કુમુદિની:"આજે મેં જે છેલ્લી નોટ બુક તપાસી એમાંનું લખાણ મારા હૃદયને સ્પર્શી ગયું .એ વાંચીને મારાથી રડી પડાયું."

રાકેશએ આશ્ચર્ય સાથે કુમુદીનીને પૂછ્યું :"એ વિદ્યાર્થીએ એની નોટમાં એવું તો શું લખ્યું છે કે તું આમ રડવા બેસી ગઈ છે ?"

જવાબમાં કુમુદિનીએ કહ્યું:

"તો સાંભળ,આ વિદ્યાર્થીએ 'મારી ઇચ્છા'
એ શીર્ષક નીચે નોટમાં આમ લખ્યું છે.

"મારી ઇચ્છા એક સ્માર્ટ ફોન બનવાની છે.

મારી મમ્મી અને મારા ડેડીને સ્માર્ટ ફોન બહુ જ ગમે છે.એને હંમેશા હાથમાં ને હાથમાં જ રાખે છે.તેઓ એમના સ્માર્ટ ફોનની એટલી બધી કેર રાખે છે કે ઘણીવાર તેઓ મારી કેર રાખવાનું ભૂલી જાય છે.

જ્યારે મારા ડેડી આખો દિવસ ઓફિસમાં કામ કર્યા પછી સાંજે થાકીને ઘેર આવે છે ત્યારે એમના સ્માર્ટ ફોન માટે એમને સમય હોય છે પણ મારા મારા માટે કે મારા અભ્યાસ વિષે પૂછવાનો એમને સમય નથી મળતો.

મારા ડેડી અને મમ્મી ઘરમાં કોઈ અગત્યનું કામ કરતા હોય અને એમના સ્માર્ટ ફોન ઉપર કોઈના ફોનની રીંગ વાગે કે તરત જ બધું કામ એક બાજુ મૂકીને પહેલી રિંગે જ દોડીને સ્માર્ટ ફોન ઉપાડી વાતો કરવા માંડે છે.
કોઈ દિવસ હું રડતો હોઉં તો પણ મારા તરફ ધ્યાન આપતા નથી કે મારી દરકાર કરતા નથી.

તેઓને એમના સ્માર્ટ ફોનમાં ગેમ રમવા માટે સમય છે પણ મારી સાથે રમવાનો સમય નથી.
તેઓ જ્યારે કોઈ વખત એમના સ્માર્ટ ફોનમાં કોઈની સાથે વાત કરતા હોય ત્યારે હું કોઈ બહુ જ અગત્યની વાત એમને કહેતો હોઉં તો એના પર ધ્યાન આપતા નથી અને કોઈ વાર મારા પર ગુસ્સે પણ થઇ જાય છે.

એટલા માટે જ મારી મહેચ્છા એક સેલ ફોન બનવાની છે.
..."ભગવાન મને સેલફોન બનાવે તો કેવું સારું કે જેથી હું મારાં મમ્મી અને ડેડીની પાસેને પાસે જ રહું !"

કુમુદિની નોટમાંથી આ વાંચતી હતી એને રાકેશ એક ધ્યાનથી સાંભળી રહ્યો હતો.આ વિદ્યાર્થીનું લખાણ એના હૃદયને સ્પર્શી ગયું.

ભાવાવેશમાં આવીને એણે કુમુદિનીને પૂછ્યું:"હની,આ છેલ્લી નોટબુકમાં લખનાર વિદ્યાર્થી કોણ છે?એનું નામ શું ?"

આંખમાં આંસુ સાથે કુમુદીનીએ જવાબ આપ્યો :

આપણો પુત્ર !

" चाय के दो कप "

🙏🏼यह मैसेज जितनी बार पढे उतना कम ही ह ।🙏🏼
🌻🌼🌻🌼🌻🌼🌻🌼🌻🌼🌻🌼🌻🌼
⤵ ⤵ ⤵
एक प्रोफ़ेसर कक्षा में आये और उन्होंने छात्रों से कहा कि वे
आज जीवन का एक महत्वपूर्ण पाठ पढाने वाले हैं ...

उन्होंने अपने साथ लाई एक काँच की बडी बरनी ( जार ) टेबल पर रखा और उसमें
टेबल टेनिस की गेंदें डालने लगे और तब तक डालते रहे जब तक कि उसमें एक भी गेंद समाने की जगह नहीं बची ...
उन्होंने छात्रों से पूछा - क्या बरनी पूरी भर गई ? हाँ ...
आवाज आई ...
फ़िर प्रोफ़ेसर साहब ने छोटे - छोटे कंकर उसमें भरने शुरु किये धीरे - धीरे बरनी को हिलाया तो काफ़ी सारे कंकर उसमें जहाँ जगह खाली थी , समा गये ,
फ़िर से प्रोफ़ेसर साहब ने पूछा , क्या अब बरनी भर गई है , छात्रों ने एक बार फ़िर हाँ ... कहा
अब प्रोफ़ेसर साहब ने रेत की थैली से हौले - हौले उस बरनी में रेत डालना शुरु किया , वह रेत भी उस जार में जहाँ संभव था बैठ गई , अब छात्र अपनी नादानी पर हँसे ...
फ़िर प्रोफ़ेसर साहब ने पूछा , क्यों अब तो यह बरनी पूरी भर गई ना ? हाँ
.. अब तो पूरी भर गई है .. सभी ने एक स्वर में कहा ..

सर ने टेबल के नीचे से
चाय के दो कप निकालकर उसमें की चाय जार में डाली , चाय भी रेत के बीच स्थित
थोडी सी जगह में सोख ली गई ...

प्रोफ़ेसर साहब ने गंभीर आवाज में समझाना शुरु किया

इस काँच की बरनी को तुम लोग अपना जीवन समझो ....

टेबल टेनिस की गेंदें सबसे महत्वपूर्ण भाग अर्थात भगवान , परिवार , बच्चे , मित्र , स्वास्थ्य और शौक हैं ,

छोटे कंकर मतलब तुम्हारी नौकरी , कार , बडा़ मकान आदि हैं , और

रेत का मतलब और भी छोटी - छोटी बेकार सी बातें , मनमुटाव , झगडे़ है ..

अब यदि तुमने काँच की बरनी में सबसे पहले रेत भरी होती तो टेबल टेनिस की गेंदों और कंकरों के लिये जगह ही नहीं बचती , या
कंकर भर दिये होते तो गेंदें नहीं भर पाते , रेत जरूर आ सकती थी ...
ठीक यही बात जीवन पर लागू होती है ...

यदि तुम छोटी - छोटी बातों के पीछे पडे़ रहोगे
और अपनी ऊर्जा उसमें नष्ट करोगे तो तुम्हारे पास मुख्य बातों के लिये अधिक समय
नहीं रहेगा ...

मन के सुख के लिये क्या जरूरी है ये तुम्हें तय करना है । अपने
बच्चों के साथ खेलो , बगीचे में पानी डालो , सुबह पत्नी के साथ घूमने निकल जाओ ,
घर के बेकार सामान को बाहर निकाल फ़ेंको , मेडिकल चेक - अप करवाओ ...
टेबल टेनिस गेंदों की फ़िक्र पहले करो , वही महत्वपूर्ण है ... पहले तय करो कि क्या जरूरी है
... बाकी सब तो रेत है ..
छात्र बडे़ ध्यान से सुन रहे थे ..

अचानक एक ने पूछा , सर लेकिन आपने यह नहीं बताया
कि " चाय के दो कप " क्या हैं ?

➡प्रोफ़ेसर मुस्कुराये , बोले .. मैं सोच ही रहा था कि अभी तक ये सवाल किसी ने क्यों नहीं किया ...
इसका उत्तर यह है कि , जीवन हमें कितना ही परिपूर्ण और संतुष्ट लगे , लेकिन
अपने खास मित्र के साथ दो कप चाय पीने की जगह हमेशा होनी चाहिए।

(अगर अच्छा लगे तो अपने ख़ास मित्रों और निकटजनों को यह विचार तत्काल भेजें.... मैंने तो अभी-अभी यही किया है)
🌻आपका - जगदीश महंत🌻

अनुभव जिसने बदल दी आरएसएस के प्रति धारणा

अनुभव जिसने बदल दी आरएसएस के प्रति धारणा

Rahul Kaushik

बीते दिनों मुझे राष्ट्रीय स्वंयसेवक संघ, दिल्ली प्रान्त की तरफ से आयोजित प्रथम वर्ष शिक्षण वर्ग के समापन कार्यक्रम में जाने का अवसर मिला. मैं भाजपा के कार्यक्रमों में तो कई बार गया हूं पर संघ के किसी समारोह में आने का मेरा यह पहला अवसर था. कार्यक्रम एक खुले मैदान में आयोजित था. चूँकि मैदान बड़ा था इसीलिए चारो दिशाओं में टेंट लगा कर एक हिस्सा तैयार किया जहाँ कार्यक्रम हो रहा था.

शिक्षण प्राप्त करने आये स्वंयसेवकों ने अपनी विभिन्न कलाओं का प्रदर्शन किया. उसके बाद मुख्य वक्ता श्री रामेश्वर जी के संबोधन का समय आया. जैसे ही रामेश्वर जी ने अपना संबोधन शुरू किया, जोरदार आंधी-तूफ़ान ने दस्तक दी. चूँकि टेंट चारों दिशाओं में लगा था और हवा पास होने की जगह नहीं मिल रही एक पल को लगा कि कहीं ये टेंट हमारे ऊपर ही न गिर जाये. स्टेज भी साधारण सी बल्लियों से बनाया गया और उसपर भी हवा का बहुत दबाब था. ये सब चंद सेकंड में हुआ, अब मैं तो भागने की फ़िराक में था, क्योंकि ऐसी परिस्थिति तो प्रशिक्षित इवेंट मैनेजर भी स्थिति न सम्हाल पाए तो ये लाठी डंडे, निक्कर पहने,टोपीधारी क्या सम्हाल पाएंगे!

जिस मंच से मुख्य वक्ता संबोधित कर रहे थे वो मंच हिलोरें ले रहा था. मुझे तो लगा कि वक्ता अभी मंच से कूद के भाग लेगा, भला ऐसी भयानक आंधी और लगभग गिरने वाले मंच पर कोई अपनी जान जोखिम में क्यों डालेगा? लेकिन अगले चंद सेकंडों में जो हुआ उसने मेरा दृष्टिकोण बदल के रख दिया. जैसे ही आंधी-तूफ़ान ने अपना रौद्र रूप दिखाना शुरू किया वैसे ही स्वयंसेवक हरकत में आ गये. जो जिस खम्बे के पास बैठा था उसने वहां लगे टेंट के कपड़ों को खम्बों से खोल दिया.

लगभग 20 स्वंयसेवक उस मंच की तरफ दौड़े जो हवा के कारण हिलोरों ले रहा था और जल्दी से चारों तरफ से उस मंच को पकड़ लिया. लोहे की हर पाइप को 6-7 स्वयंसेवक कसकर पकड़े हए थे ताकि मंच को कोई नुकसान न पहुंच पाए. यद्यपि टेंट की व्यवस्था टेंट वालों की रही होगी परन्तु उस समय दूर-दूर तक टेंट हाउस का कोई आदमी नहीं दिख रहा था. कुछ ही क्षणों में उन युवाओ ने टेंट का हर पिलर पकड़ लिया और टेंट के कपड़े खोल दिए जिसकी वजह से हवा का सामूहिक दबाब कम हो गया. ये सब आकस्मिक हुआ.

इस सब में जो सबसे ज्यादा प्रभावित करने वाली बात थी वो यह थी कि संघ के कार्यक्रम के मुख्य वक्ता का व्यवहार. मंच हिलोरों ले के हवा में तैराकी सा कर रहा था, वक्ता के ठीक ऊपर मंच की छत का कपड़ा बांधने के लिए प्रयोग हुआ लोहे का स्तम्भ भी उखड गया था, वो कभी भी उनके ऊपर गिर सकता था. उसके गिरने से शायद उनकी जान भी जा सकती थी.

इस सबके बाद भी न तो वक्ता के एक शब्द में डर का भाव दिखा और न ही उनके चेहरे पे कोई ऐसा चिंता का भाव दिखा. ऐसे ही आंधी-तूफ़ान में वक्ता ने पूरे 40 मिनट संबोधित किया तथा अपने भाषण में आंधी का जिक्र तक नहीं किया. ये अत्यंत विस्मयकारी अनुभव था. किस प्रकार चंद सेकंड में बिना किसी पूर्व नियोजित योजना के स्वंयसेवकों ने भयानक आंधी में कार्यक्रम संपन्न कराया, हर एक स्तम्भ पे 2-2 स्वंयसेवक तन कर खड़े थे, कुछ तो ऊपर चढ़कर लटक गए थे. मुझे डर लग रहा था कि उन में से कोई कहीं गिर न जाए. मंच पर एक व्यक्ति तो लगभग 40 मिनट ऊपर की तरफ हाथ और गर्दन किए उस उखड़े लोहे के स्तम्भ को, कि कहीं वह नीचे गिरने पे वक्ता/मंचासीन व्यक्तियों को न लगे, उसके लिए खड़ा रहा. वो जिस मंच पर खड़ा था, वह हिलोरों ले रहा था. उसे लगभग 25 स्वंयसेवक नीचे से पकडे हुए थे. क्या गज़ब का भरोसा था एक दूसरे पर!

इसी आंधी तूफ़ान में मुख्य वक्ता ने संबोधन के दौरान कहा कि 'राष्ट्रीय स्वयंसेवक संघ व्यक्ति निर्माण की प्रयोगशाला है'. ये लाइन मैंने अनेक संघ के व्यक्तियों से कई बार सुनी तो थी, पर जब उनका मैनेजमेंट देखा तो ये लाइन चरितार्थ सिद्ध हो गयी. क्या गज़ब के व्यक्तियों का निर्माण किया है, मुख्य वक्ता एक बड़े अधिकारी थे और जो स्वयंसेवक उनका मंच सम्हाल रहे थे उनसे उनका कोई व्यक्तिगत परिचय भी नहीं था, ऐसे में अपनी जान को उनके हाथों में दे देना एक विश्वास/भरोसे की कहानी बयाँ करती है जो कि एक स्वयंसेवक का दूसरे स्वयंसेवक के प्रति होता है. जब मैंने ये दृश्य देखा तो मैं आश्वस्त हो गया कि समाज इन स्वंयसेवकों के हाथो में सुरक्षित है.

शायद इसी चरित्र निर्माण, व्यक्ति निर्माण की बात संघ के लोग करते हैं, मैंने स्वयं अनुभव किया तो सोचा आपके साथ साझा करूँ. शायद यही छोटी-छोटी चीज़ें इस संगठन को इतना महान बनाती है. मेरी शुभकामनाएं ऐसे संगठन को, मेरी अपनी इच्छा है कि प्रत्येक व्यक्ति इन स्वंयसेवकों जैसा बने. क्या गज़ब का काम करते हैं, क्या संस्कार देते है बच्चों को ये लोग ... समय मिले तो कभी ऐसे वर्गों का भ्रमण कीजिए आप स्वयं में एक नई स्फूर्ति एवं उर्जा पाएंगे.

સફળતાની યાત્રામાં

2003ના વર્ષની આ વાત છે.
મકરસંક્રાંતિનો દિવસ હતો. અમદાવાદમાં રહેનારા માટે મકારસંક્રાંત એટલે મોજે મોજ. 14 વર્ષનો ધવલ પતંગની મજા માણી રહ્યો હતો. ધવલ ઇલેટ્રિકના થાંભલામાં ફસાયેલી પતંગ ઉતારવા ગયો અને એને શોક લાગ્યો. બહુ ગંભીર રીતે ઘવાયેલા આ છોકરાના બંને હાથ એ હદે દાઝી ગયા હતા કે ડોકટરે બંને હાથને કાપવા પડ્યા.

કોણીનાં નીચેના ભાગેથી બંને હાથ કાપી નાંખ્યા. બધા લોકોને ધવલ પર દયા આવતી હતી. આ છોકરાએ હવે જીવનભર બીજાના સહારે રહેવું પડશે એવું લોકોને લાગતું હતું. નાનો દીકરો પડી ભાંગે એ પહેલા દીકરાને પ્રેરણા અને પ્રોત્સાહનથી નવું જીવન આપવાનો એના મમ્મીએ સંકલ્પ કર્યો.

ધવલ હોસ્પિટલમાં જ હતો. એકદિવસ એના મમ્મી પેન્સિલ અને કાગળ લાવ્યા. બધાને થયું આ કાગળ પેન્સિલની હોસ્પિટલમાં વળી શું જરૂર ? માંએ પથારીમાં પડેલા દીકરાને બળની વાતો કરી અને કપાયેલા બન્ને હાથમાં પેન્સિલ પકડાવી ચિત્રો દોરવા માટે પ્રોત્સાહિત કર્યો. ધવલે સૌથી પહેલા ગણપતિનું એક સામાન્ય ચિત્ર બનાવ્યું. ધવાલના મમ્મીએ ચિત્રના ખુબ વખાણ કર્યા.

મમ્મીના વખાણ સાંભળીને ધવલમાં એક નવી ચેતનાનો સંચાર થયો. લોકો એને અપંગ તરીકે ઓળખે એના બદલે એક સારા ચિત્રકાર તરીકે ઓળખે એવું ધવલ ઈચ્છતો હતો. ધવલે હવે ચિત્રકલાને જ જીવન સમર્પિત કરવાનું નક્કી કર્યું. સતત પ્રેક્ટિસ કરતો રહ્યો અને એકથી એક ચડિયાતા ચિત્રો બનાવતો ગયો. આજે ધવલ સારામાં સારો ચિત્રકાર છે. મમ્મી- પપ્પાના સહકાર અને સ્વયંની મહેનતથી એણે એના સ્વપ્નને સાકાર કર્યું. ધવલ એવા અદભૂત ચિત્રો બનાવે છે કે એને જોનારો કોઈ માણસ એ માનવા તૈયાર ના થાય કે આ ચિત્રો જેને હાથ નથી એવા માણસે બનાવ્યા છે.

અમદાવાદનો ધવલ ખત્રી આજે માત્ર ચિત્રકાર જ નહિ ખુબ સારો મોટિવેશનલ સ્પિકર અને ગિટારવાદક પણ છે. એ ક્રિકેટ અને ફૂટબોલ જેવી રમતો પણ મોજથી રમે છે. બીજાના આધારે જીવન જીવવાને બદલે બીજાનો જીવન આધાર બની શકે એવા મકામ પર એ પહોંચી ગયો છે.

મિત્રો, જો પોતાની જાત પર અને ભગવાન પર પૂર્ણ વિશ્વાસ હોય તો કોઈ પ્રકારની શારીરિક તકલીફો સફળતાની યાત્રામાં બાધા બની શકતી નથી.

આર્થર એશ. ટેનિશ

આર્થર એશ. ટેનિશ જગતનું બહું મોટું નામ છે. વિમ્બલ્ડનમાં એ વિશ્વ વિજેતા બનેલો હતો.

1983માં આર્થરને એઇડસ ડીટેક્ટ થયો. એઇડસ માટે એનું અસંયમિત જીવન નહી પણ એના હદયના ઓપરેશન વખતે ચડાવવામાં આવેલું લોહી જવાબદાર હતું. આ એવો સમય હતો કે ત્યારે હજુ એઇડસથી દુનિયા બહું પરિચિત નહોતી. એઇડસના ઉપચાર માટેની યોગ્ય પધ્ધતિઓ કે દવાઓ ઉપલબ્ધ નહોતી.

આર્થર એશ મરણ પથારીએ પડયો. એના લાખો ચાહકો એના માટે ભગવાનને પ્રાર્થના કરતા અને શુભેચ્છાના પત્રો લખતા.

એક ચાહકે પત્ર લખ્યો જેમાં એણે લખ્યુ હતું કે, " તમારે ભગવાનને પ્રશ્ન કરવો જોઇએ કે આ દુનિયામાં કરોડો માણસો વસે છે આવા મહાભયંકર રોગ માટે તમે મને જ કેમ પસંદ કર્યો ?"

આર્થર એશએ તેના આ ચાહકને બહું સરસ જવાબ લખીને મોકલ્યો.

"ભાઇ,
તમારી શુભેચ્છાઓ બદલ આભાર.
તમારા પ્રશ્નના જવાબમાં મારે એટલું જ કહેવું છે કે આ દુનિયામાં લગભગ 5 કરોડ બાળકો ટેનિસ રમવાની શરૂઆત કરે છે તેમાંથી 50 લાખ જેટલા બાળકો ટેનિસ રમી શકે છે.
5 લાખ જેટલા સારું ટેનીસ રમી શકે છે. આ 5 લાખમાંથી 50000 જેટલા પ્રોફેશનલી રમવા સક્ષમ બને છે અને તેમાથી 5000 જેટલા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રમી શકે છે.
ગ્રાન્ડ સ્લેમ સુધી તો માંડ 50 પહોંચી શકે. સેમી ફાઇનલમાં 4 ને જ તક મળે અને ફાઇનલમાં 2 જ હોય અને તેમાં પણ વિશ્વવિજેતાનો ખિતાબ તો કોઇ એક ને જ મળે.
મને જ્યારે વિશ્વવિજેતાનો ખીતાબ મળ્યો ત્યારે મે ભગવાનને એવું નહોતું પુછ્યુ કે આ કરોડો લોકોમાંથી વિશ્વવિજેતા બનવા માટે તે મારી જ પસંદગી કેમ કરી ? તો અત્યારે હુ ભગવાનને આવો સવાલ કેમ કરી શકું કે આ રોગ માટે તે મારી જ પસંદગી કેમ કરી?"

સવળી સમજથી દુ:ખોની વચ્ચે પણ સુખની અનુભૂતિ શક્ય છે. મોરારી બાપુના આ શબ્દો યાદ રાખીએ...." આપણી ઇચ્છા મુજબ થાય તો હરીકૃપા અને ઇચ્છા મુજબ ન થાય તો હરીઇચ્છા."

Sunday, June 19, 2016

"મન ભરીને જીવો, મનમાં ભરીને નહી" -

એક ચાર વર્ષનો ભાઈ અને એની છ વર્ષની બહેન
બંને ભાઇ બહેન બજાર મા ફરવા નીકળ્યા છે
નાનો ભાઈ છટા થી આગળ ચાલે છે
અને બહેન પાછળ છે

થોડી થોડી વારે ભાઈ પાછળ જોતો જાય છે કે બહેન આવે છે કે નહીં

રમકડા ની એક દુકાન આગળ બહેન ઊભી રહી જાય છે
ભાઈ નજીક આવી ને પૂછે છે
"કેમ
તારે કાંઇ લેવુ છે ?"

બહેને ઢીંગલી સામે આંગળી ચીંધીને બતાવ્યું
ભાઈ એ બહેન ની આંગળી પકડી
અને એક વડીલ ની અદા થી
બહેન ને એ ઢીંગલી હાથ મા આપી
બહેન ખુબ જ ખુશ થઇ

કાઉન્ટર પર બેઠેલો વેપારી
આ ભાઈ બહેન ને બહાર થી જોતા હતા
અને ભાઈ ના માસુમ વડપણ ને નીરખી ને મનમાં મુસ્કુરાતા હતા

કાઉન્ટર પાસે આવીને ચાર વર્ષનો એ બાળક બોલ્યો
'આ ઢીંગલી નુ શું છે ?'

"જીવતર ને ઘોળીને પી ગયેલા" એ વેપારી એ કહ્યું
'તમારી પાસે શું છે ?'

બાળકે ચડ્ડી ના ખીસ્સામાં થી સમુદ્ર ના છીપલા કાઢ્યા
અને કાઉન્ટર પર મુક્યા
પેલા વેપારીએ એ જ માર્મિક હાસ્ય સાથે બાળક ઉપર અમીભરી દ્રષ્ટિ કરી
અને જેમ રુપિયા ગણે એમ છીપલા ગણ્યા

બાળકે કહ્યું 'કેમ ઓછા છે ?'
વેપારી કહે
'ના આમાંથી તો વધશે'

વધેલા છીપલા ફરી ખીસ્સામાં નાખી અને ઢીંગલી રમાડતાં એ બાળકો તો જતાં રહ્યાં પણ

એના ગયા પછી વેપારી ને એના માણસે પૂછ્યું
'આવી કિંમતી ઢીંગલી તમે છીપલા ના બદલા મા આપી દીધી ?'

વેપારી એ કહ્યું
'ભાઈ, આપણે મન આ છીપલા છે
એને મન તો એની સંપતિ છે
અને
અત્યારે એને ભલે ના સમજાય
પણ એ મોટા થશે ત્યારે તો એને સમજાશ નેે

કે છીપ ના બદલે આપણે ઢીંગલી લઈ આવેલા ત્યાંરે એ મને યાદ કરશે
અને
એ વિચારશે કે દુનિયામાં સજ્જન માણસો પણ છે'

કૈંક ઈચ્છાઓ અધૂરી હોય છે,
જિંદગી તોયે મધૂરી હોય છે,
દ્રાક્ષ ખાટી દર વખત હોતી નથી,
જીભ પણ ક્યારેક તૂરી હોય છે.

લીમડાના પાન મેં પણ ચાખ્યાછે
માણસના બોલ કરતા મીઠા લાગ્યાછે
જિંદગી રોજ મને શીખવે કે જીવતા શીખ,
એક સાંધતા તેર તૂટશે, પણ સીવતા શીખ..

"મન ભરીને જીવો,
મનમાં ભરીને નહી" -

😊😊😊😊😊😊😊


આભાર: ધ્રુવ ત્રિવેદી

जल स्वावलम्बन

पिछले कुछ समय से '' मुख्यमंत्री जल स्वावलंबन'' की खबरें चल रही थी |
मुझे मेरे जीसा (पिताजी) की वह पहल याद आई जब मैं चौथी कक्षा में पढ रहा था | रामदेवरा वाले खेत में ढाणी के पास जीसा ने 1977-78 में नाडी खोदनी शुरू की जो नवम्बर 1996 अंतिम सांस से एक माह पूर्व तक सतत रूप से स्नान ध्यान एवम् गीता के अध्याय से पूर्व नियमित 30-40 तगारी मिट्टी खोद कर डालना जारी रहा | हां इस अंतराल में यदि गोळ (सपरिवार)एक दो माह के लिए छायण चला जाता तो यह कार्य बाधित होता अन्यथा सतत |
  आज इस नाडी के बरसात से भर जाने पर करीब होली तक पानी चल जाता है | जहां हमारे परिवार के साथ -साथ गौमाता को भी पीने का पानी मिलता है| 
नाडी के प्रथम बार भरने पर वे खुद एवम् बच्चों को एक दिन नहाने का मौका देते, उसके बाद नहाना एवम् कपड़े धोना वर्जित रहता |
 कोटि-कोटि नमन् 
जीसा की याद तो सदा रहती ही है, पर आज मीडिया एवम् सोसियल मीडिया में ''फादर्स डे '' की पोस्ट देख कर मैं भी इस औपचारिकता को निभाने के लिए अपने आप को रोक न सका |
 पुन: वंदन, नमन |

आभार Ranidan Singh Bhutto

પિતૃવંદના

એક નાનકડો પરિવાર હતો. પતિ, પત્ની અને એક દીકરો. પરિવારની આર્થિક પરિસ્થિતિ ખુબ સામાન્ય હતી. પતિ મજૂરીકામ કરે અને પત્ની બીજાના ઘરના કામ કરવા માટે જાય. જે કંઈ  થોડીઘણી આવક થાય એમાંથી પરિવારનું માંડમાંડ  ગુજરાન ચાલે. ટૂંકી આવક હોવા છતાં દીકરાના અભ્યાસમાં કોઈ પ્રકારની કચાસ રાખે નહિ.

દીકરાએ દસમા ધોરણની પરિક્ષા પાસ કરી. ખુબ સારા ટકા લાવ્યો અને વિજ્ઞાનપ્રવાહમાં એને રસ હતો એટલે સારી સ્કૂલમાં એડમિશન અપાવવાનું નક્કી કર્યું. સ્કૂલની ફીની વિગત જાણીને પિતાના હોશકોશ ઉડી ગયા. આટલી મોટી ફી કેમ કરીને ભરાશે ? પણ પિતા દીકરાને મોટો સાહેબ જોવા માંગતા હતા એટલે ગમે તેમ કરીને દીકરાને ભણાવવો જ છે એવું એના પિતાએ નક્કી કર્યું.

બીજા દિવસે એ ભાઈએ એમના પત્ની અને પુત્રને કહ્યું, " મારો બાળપણનો ભાઈબંધ મુંબઈમાં રહે છે. ખુબ સારો ધંધો કરે છે. હું એની પાસે જઈ આવું, મને ખાતરી છે કે એ ચોક્કસ મદદ કરશે." પિતા મુંબઇ જવા રવાના થયા. દીકરાને થયું પપ્પા ખોટા મુંબઇ જાય છે. આટલી મોટી રકમની મદદ આજના યુગમાં કોઈ ના કરે. એકાદ  અઠવાડિયામાં જ એના પિતા પાછા આવ્યા અને સાથે  ખુબ મોટી રકમ પણ લાવ્યા. છોકરાની ફી ભરાઈ ગઈ અને અભ્યાસ આગળ વધ્યો.

થોડા દિવસ પછી એકવખત દીકરો ઘરે બેઠો બેઠો હોમવર્ક કરતો હતો. ટપાલી આવ્યો અને એક કવર આપી ગયો. છોકરાની મમ્મીએ કહ્યું, " બેટા, જરા જો તો આ કોનો કાગળ છે ?  આજ દિન સુધી આપણને કોઈએ કાગળ લખ્યો નથી. ગરીબના થોડા કોઈ સગા હોય ?  આજે અચાનક આ શેનો કાગળ આવ્યો? હું કે તારા પપ્પા કંઈ ભણ્યા નથી એટલે વાંચતા પણ આવડતું નથી તું જ  કાગળ વાંચી સંભળાવ."

દીકરાએ કવર ખોલીને કાગળ બહાર કાઢ્યો. કાગળ વાંચતાની સાથે દીકરો ચોધાર આંસુએ રડી પડ્યો. એની મમ્મી પણ હેબતાઈ ગઈ અને એટલું જ બોલી શકી કે  ' બેટા, શું થયું ? શું લખ્યું છે કાગળમાં ?" છોકરાએ રડતા રડતા કહ્યું," મમ્મી આ એક બહુ મોટા ઉદ્યોગપતિનો કાગળ છે. પપ્પાનો આભાર માનતો પત્ર છે. મમ્મી, પપ્પા મુંબઇ ગયા જ નહોતા. અહીંયા હોસ્પિટલમાં હતા અને એ જે પૈસા લાવ્યા એ એના મિત્ર પાસેથી નહિ,  ઉદ્યોગપતિ પાસેથી લાવ્યા છે. પપ્પાએ ઉદ્યોગપતિને એક કિડની દાનમાં આપી દીધી છે અને બદલામાં ઉદ્યોગપતિએ મારા અભ્યાસનો ખર્ચ ઉપડાવાનું પપ્પાને વચન આપ્યું છે."

મિત્રો, દીકરા કે દીકરી  માટે એના પિતા  બહુ મોટું બલિદાન આપતા હોય છે અને ઘણીવખત તો સંતાનને એની ખબર પણ  પડવા દેતા નથી. પિતા એની  કિડની ભલે ના વેંચતા હોય પણ જમીન, મકાન કે ઘરેણાં વેંચીને પણ દીકરા-દીકરીને ભણાવતા હોય છે. પોતે ભલે મુફલિસ થઈ જાય પણ દીકરો મહાન બને એ માટે જાત હોમી દેતા હોય છે.

દુનિયાના તમામ પિતાઓને આજે ફાધર્સ ડે નિમિતે ભાવપૂર્વક વંદન.
(આભાર;શૈલેશભાઇ સગપરીયા )