Wednesday, July 27, 2016

ડો. એ.પી.જે. અબ્દુલ કલામ

આજથી બરાબર એક વર્ષ પહેલાની એક ઘટનાનું સ્મરણ આંખોની પાંપણોને પલાળી દે છે.

તા.27-7-2015નો દિવસ હતો. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડો. એ.પી.જે. અબ્દુલ કલામ આઇઆઇએમ સિલોંગના વિદ્યાર્થીઓને પ્રવચન આપવા માટે દિલ્હીથી વિમાન મારફત ગવહાટી પહોંચ્યા અને ત્યાંથી મોટર માર્ગે સિલોંગ જઇ રહ્યા હતા. લગભગ 6 થી 7 મોટરકારનો કાફલો સિલોંગ તરફ આગળ વધી રહ્યો હતો.

ડો. કલામ બીજા નંબરની કારમાં સૃજનપાલની સાથે બેઠા હતા. એમની કારની આગળ એક ખુલ્લી જીપ્સી હતી જેમા કેટલાક જવાનો હથીયાર સાથે બેઠા હતા. એક જવાન હાથમાં હથીયાર લઇને આ ખુલ્લી જીપ્સીમાં ઉભો હતો.

ડો.કલામનું ધ્યાન વારે વારે એ જવાન પર જતુ હતુ. એમણે પોતાની સાથે બેઠેલા સૃજનપાલને પુછ્યુ, " બાકીના જવાન બેઠા છે પણ આ કેમ ઉભો છે ?"
સૃજનપાલે સ્પષ્ટતા કરતા કહ્યુ, " સર, ઉભા રહેવુ એ એની ફરજનો એક ભાગ છે. એ ઉભો રહે તો આપની સુરક્ષા જાળવવાનું કામ વધુ સારી રીતે કરી શકે. " કલામે તુરંત જ કહ્યુ, " પણ એ એક કલાક કરતા વધુ સમયથી ઉભો છે. આમ સતત ઉભા રહેવાથી તો થાકી જવાય અને આ તો એના માટે સજા જ ગણાય. તમે વાયરલેસ સંદેશો એમના સુધી પહોંચાડો કે એ બેસી જાય."

સૃજનપાલે જવાન સુધી સંદેશો પહોંચાડવાના પ્રયાસ કર્યા પણ એના સુધી વાત ન પહોંચી. લગભગ અઢી કલાકની મુસાફરી બાદ કાફલો સીલોંગ પહોંચ્યો. આ સમય દરમ્યાન ડો. કલામે 3 થી 4 વખત સૃજનપાલને પેલા જવાનને નીચે બેસાડવા માટે કહ્યુ હતુ. કારમાંથી નીચે ઉતરતા પહેલા એમણે સુજનપાલને કહ્યુ, " મારે એ જવાનને મળવુ છે તું એને મારી પાસે લઇ આવજે."

પેલા જવાનને લઇને સૃજનપાલ ડો. કલામ પાસે આવ્યા એટલે ડો. કલામે જવાનને કહ્યુ, " ભાઇ તું સતત ઉભો હતો આથી તને થાક લાગ્યો હશે, તને ભુખ પણ લાગી હશે, તારા માટે ભોજન કે નાસ્તાની વ્યવસ્થા કરાવુ. મારા કારણે તારે ઉભા રહેવુ પડ્યુ મને માફ કરજે. " આખો દેશ જેને પ્રેમ કરતો હોય એવા મહામાનવને માફી માંગતા જોઇને જવાનની આંખો ભીની થઇ ગઇ એણે એટલુ જ કહ્યુ, "સર, આપના જેવા મહાપુરુષ માટે તો હું 6 કલાક પણ ઉભો રહી શકુ."

સત્તાના સર્વોચ્ચ સિંહાસને પહોંચ્યા પછી પણ એક સામાન્ય માણસની કાળજી લેવાની અદભૂત આવડત ડો. કલામે હસ્તગત કરી હતી. એમનું મસ્તક આકાશને આંબતું હતુ પરંતું પગ ધરતી પર હતા. હે પ્રભુ ! મારા આ દેશમાં ડો. કલામ જેવા લઘુમતીઓની બહુમતી થઇ એવી પ્રાર્થના.

ડો.કલામ સર, આપ અમારા હદયમાં સદાય જીવંત રહેશો. આપની ગેરહાજરી ખુબ પીડા આપે છે.

Friday, July 22, 2016

પાલક પિતા

સુરતમાં રહેતા એક મુસ્લીમ પરિવારની આર્થિક પરિસ્થિતી ખુબ નબળી હતી. આ પરિવારની જન્મથી જ મુંગી એવી દિકરી નગ્માને ડેંગ્યુ થયો. છોકરીના પિતાએ એને હોસ્પીટલમાં દાખલ કરી. ડેંગ્યુએ જાણે કે નગ્માનો જીવ લેવાનું નક્કી કર્યુ હોય એમ તબીયત સતત બગડી રહી હતી. પ્લેટલેટ્સ ઘટીને 7000થી નીચે આવી ગયા અને છોકરી કોમામાં જતી રહી. આ દિકરી કદાચ હવે નહી જીવી શકે એવું સૌ કોઇને લાગતું હતું. અમુક લોકોનું તો એવુ પણ મંતવ્ય હતું કે કોમામાં રહેલી આ છોકરીની સારવાર પાછળ વધારે ખર્ચ કરવો હવે વ્યર્થ છે.

દિકરીના પિતા કોઇ કાળે પોતાની આ વહાલસોઇ દિકરીને ગુમાવવા નહોતા માંગતા. એક બાપ જીગરના ટુકડાને આવી દશામાં કેવી રીતે જોઇ શકે ? એમણે ડોકટરોને કહ્યુ, "આપને જે કરવું હોય તે કરો, જે નિષ્ણાંત ડોકટરને બોલાવવા હોય તે ડોકટરને બોલાવો, જેવી દવાઓ આપવી હોય એવી દવાઓ આપો, પણ મારી આ લાડકવાયી દિકરીનો પ્રાણ બચાવો. જે કંઇ ખર્ચો થાય એ બધો જ ખર્ચો કરવા હું તૈયાર છું. જરૂર પડે તો ચાર્ટર્ડ પ્લેન કરીને મારી દિકરીને વિદેશમાં પણ લઇ જાવ પણ આ દિકરીને કંઇ ન થવું જોઇએ. તમે તમારા શ્રેષ્ઠ પ્રયાસ કરો અને અમે ભગવાનને પ્રાર્થના કરીએ."

ડોકટરો પણ પિતાનો પ્રેમ જોઇને દંગ રહી ગયા. બધાએ સાથે મળીને દિકરીને બચાવવા માટેના શક્ય તમામ પ્રયાસો કર્યા. પિતાએ પણ દિકરી માટે પાણીની જેમ પૈસા વેર્યા અને લગભગ 9 લાખથી વધુ રકમ દિકરીની સારવાર માટે ખર્ચી નાંખી. મોત સામેની આ લડાઇમાં દિકરીના પિતાનો વિજય થયો. દિકરી મોતના મુખમાંથી પાછી આવી. મુંગી દિકરી કંઇ બોલી ન શકી પણ પિતાના પ્રેમને આંસુઓના અભિષેક દ્વારા એણે વંદન કર્યા. છોકરીએ મનોમન ભગવાનને પ્રાર્થના કરી હશે કે હે પ્રભુ ! જગતની બધી દિકરીઓને મારા પિતા જેવા પિતા આપજે.

આ કોઇ વાર્તા નહી, હજુ હમણા 5 મહિના પહેલા જ બનેલી વાસ્તવિક ઘટના છે. વધુ આશ્વર્યની વાત તો એ છે કે છોકરીનો જીવ બચાવવા માટે કોઇપણ રકમ ખર્ચવાની તૈયારી બતાવનાર પિતા એના જન્મદાતા નહી, પાલક પિતા છે. મુસ્લીમ દિકરીના આ હિન્દુ પાલક પિતાનું નામ છે મહેશભાઇ સવાણી. મહેશભાઇ સવાણી આવી એક નહી 472 દિકરીઓના પાલક પિતા છે અને 1001 દિકરીના પાલક પિતા બનવાનો એણે સંકલ્પ કર્યો છે.

જેના પિતા અવસાન પામ્યા હોય એવી કોઇપણ જ્ઞાતિ કે ધર્મની દિકરીને મહેશભાઇ પોતાની દિકરી તરીકે સ્વિકારે છે. દિકરી માટે યોગ્ય મુરતીયો શોધવાથી શરુ કરીને, ધામધૂમથી લગ્ન કરાવી દેવા, લગ્નબાદ વાર તહેવારે દિકરીને ત્યાં ભેટ-સોગાદો મોકલવી અને દિકરીને ત્યાં સંતાન અવતરે ત્યારે પિયર તરફથી આપવામાં આવતું 'જીયાણું' કરવા સુધીની બધી જ ફરજો મહેશભાઇ નિભાવે છે. એક સગો બાપ પણ ન આપી શકે એટલી ભેટ-સોગાદો 'મહેશ પપ્પા' એની દરેક દિકરીને આપે છે. 5 તોલાના સોનાના દાગીના, 12 જોડી કપડા અને ઘરવખરીની તમામ વસ્તુંઓ કરીયાવર તરીકે આપવામાં આવે છે.

બાપ વગરની કોઇ દિકરીને હવે ચિંતા નથી કારણકે એનું ધ્યાન રાખનારા 'મહેશ પપ્પા' છે. સંપતિ તો કેટલાય લોકો પાસે અઢળક હોય છે પણ મહેશભાઇની જેમ સંપતિનો સદઉપયોગ બહુ ઓછા લોકો કરી જાણે છે. માનવતાની મહેક સમાન મહેશભાઇને વંદન.

Wednesday, July 20, 2016

બીજેન્દરસિંહ સિક્યુરીટી

ભારતીય લશ્કરમાં સેવા આપનાર એક સૈનિક લશ્કરના નિયમો મુજબની નક્કી થયેલી ઉંમરે પહોંચતા નિવૃત થયા. નિવૃતિબાદ સરકાર તરફથી એમને જીવન નિર્વાહ માટે પેન્શન મળતું હતું એટલે બીજુ કોઇ કામ કરવાની આવશ્કતા નહોતી. સતત કાર્યશીલ રહેવા ટેવાયેલ સૈનિક કામ વગર તો કેવી રીતે રહી શકે ? એટલે એણે એક પ્રાઇવેટ સીક્યુરીટી કંપનીમાં નોકરી સ્વિકારી.

કંપનીએ એમને દહેરાદૂનનાં માજરા વિસ્તારમાં આવેલા એક એટીએમની સીક્યુરીટીનું કામ સોંપ્યું. બિજેન્દરસિંહ નામના આ નિવૃત સૈનિકે સીક્યુરીટી ગાર્ડ તરીકે કામ ચાલુ કર્યુ. બીજેન્દરસિંહ બીજા સિક્યુરીટી ગાર્ડ કરતા સાવ જુદા લાગતા હતા. ભલે સીક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરવાની હોય પણ યુનીફોર્મ અને પર્સનાલીટી કોઇ ઓફીસરને પણ ટક્કર મારે એવી હતી.

બીજેન્દરસિંહે જોયુ કે આજુ-બાજુના વિસ્તારમાં કેટલીક ઝૂંપડપટી આવેલી છે. આ ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકો રખડવાનું અને ભીખ માંગવાનું કામ કરતા. બીજેન્દરસિંહ આ બાળકોને તથા એમના વાલીઓને મળ્યા અને જીવનમાં ભણવાનું શું મહત્વ છે એ સમજાવ્યુ. રોજ સાંજે 7 થી 9 બે કલાક કોઇપણ જાતનો ચાર્જ લીધા વગર બાળકોને ભણાવવાની એણે તૈયારી બતાવી. વાલીઓ અને બાળકો આ માટે તૈયાર થયા પરંતું એક સામાન્ય સ્થિતિનો સીક્યુરીટી ગાર્ડ ભણાવવાની જગ્યા ક્યાંથી લાવે ?

ભણાવવાની જગ્યાનો વિકલ્પ પણ એણે શોધી કાઢ્યો. એટીએમની બાજુમાં જ રોડ પર ભણાવવાની શરુઆત કરી. એટીએમમાંથી આવતી લાઇટના અજવાળે જ એણે કેટલાય બાળકોના અંધારીયા જીવનમાં અજવાળા કર્યા. રોજ 7 વાગે અને બાળકો ભેગા થઇ જાય. બિજેન્દરસિંહ એટીએમની ખુરશી બહાર લઇ લે અને પછી નીશાળ શરુ થાય. ભણવવા માટે જે કંઇ સાધન સામગ્રીની જરુર પડે એ બધી જ સાધન સામગ્રી બીજેન્દરસિંહ પોતાના ખર્ચે જ લઇ આવે. વિદ્યાર્થીઓને ભણવામાં રસ જાગે એટલે નાના-મોટા ઇનામો પણ આપે.

ત્યાંથી પસાર થનારા કે એટીએમમાંથી પૈસા ઉપાડવા આવતા કેટલાય લોકોની આંખો આ દ્રશ્ય જોઇને ટાઢી થાય. ઘણાલોકોએ બીજેન્દરસિંહને તેમના આ સેવાકાર્ય માટે આર્થિક મદદ કરવાની તૈયારી બતાવી પણ એને વિનમ્રતા પૂર્વક ના પાડતા કહ્યુ 'મારા પરિવારના નિર્વાહ માટે જેટલી આવકની જરૂર પડે તેના કરતા પણ મારી આવક વધુ છે તો પછી આ વધારાની આવકને સાચવીને શું કરવાની ? બાળકોના વિકાસ માટે વપરાય એનો મને આનંદ મળે છે. મારી વધારાની આવકથી કોઇ વ્યક્તિ સારુ જીવન જીવવા માટે સક્ષમ બને તો એ લેખે લાગશે.'

વિજેન્દરસિંહ આ સેવા છેલ્લા કેટલાય વર્ષોથી કરે છે અને હવે તો એની આ સેવાનો લાભ મેળવનારા કેટલાક બાળકો સારી નોકરીએ પણ લાગી ગયા છે.

મિત્રો, એટીએમ પર ફરજ બજાવનાર એક સીક્યુરીટી ગાર્ડ પણ સમય અને સંપતિનો કેવો સદઉપયોગ કરી રહ્યા છે ? આપણે તો માત્ર શ્વાસ લઇને દિવસો કાઢીએ છીએ, આવા લોકો જીવનને જીવે છે.

Tuesday, July 12, 2016

‘ઉદયન એક્ક્ષપ્રેસ

આ વાર્તા નહી એક વાસ્તવિક ઘટના છે.

મુંબઇથી બેંગ્લોર તરફ જતી 'ઉદયન એક્ક્ષપ્રેસ' ટ્રેઇનમાં ટીકીટ ચેકર ટીકીટ ચેક કરી રહ્યો હતો. એક ડબ્બામાં લગભગ 13-14 વર્ષની છોકરી સીટની નીચેના ભાગે છુપાઇને બેઠેલી હતી. ટીકીટ ચેકરનું ધ્યાન આ છોકરી પર પડ્યુ એટલે છોકરીને સીટ નીચેથી બહાર નીકળવાનું કહ્યુ. છોકરી ગભરાતા ગભરાતા ઉભી થઇ. ભયને કારણે એનું શરીર ધ્રુજી રહ્યુ હતું. ટી.સી.એ પુછ્યુ, "નીચે છુપાઇને કેમ બેઠી હતી ? તારી ટીકીટ બતાવ". છોકરીએ આંખોમાં આંસુ સાથે કહ્યુ, "મારી પાસે ટીકીટ નથી"

ટી.સી. ગુસ્સે થયો અને કહ્યુ, "તને રેલ્વે પોલીસના હવાલે કરી દેવી જોઇએ પણ તું છોકરી છે એટલે જવા દઉં છું. આગળના સ્ટેશન પર આ ટ્રેઇનમાંથી નીચે ઉતરી જજે." ટ્રેઇનમાં મુસાફરી કરનાર એક અજાણી મહિલા છોકરીની મદદે આવી. એમણે ટી.સી.ને કહ્યુ, "ભાઇ, આટલી નાની છોકરી અજાણ્યા સ્ટેશન પર ઉતરીને ક્યાં જશે ? એક કામ કરો, દંડ સાથેની જે કંઇ રકમ થતી હોય તે મને જણાવો એટલે એ રકમ હું ભરી આપુ અને તમે કાયદેસરની પહોંચ આપી દો". મહિલાએ છોકરીને પુછ્યુ, "બેટા, ચિંતા ના કર, તારે ક્યાં જવાનું છે એ કહે એટલે હું તને ત્યાંની ટીકીટ અપાવી દઉં". છોકરીએ કહ્યુ, "મને એ જ ખબર નથી કે મારે ક્યાં જવાનું છે ?"

મહિલાએ ટી.સી.ને કહ્યુ, "ભાઇ, આ છોકરી માટે બેંગ્લોરની ટીકીટ જ આપી દો. હું બેંગલોર જાવ છું એટલે આ છોકરીને પણ મારી સાથે બેંગ્લોર જ લેતી જઇશ". મહિલા આ છોકરીને લઇને બેંગ્લોર આવી અને બેંગ્લોરની એક સંસ્થામાં મુકી આવી. છોકરીના રહેવા અને જમવાની બધી જ વ્યવસ્થા આ મહિલાએ કરી આપી. આ ઉપરાંત એના અભ્યાસની વ્યવસ્થા પણ આ મહિલાએ કરી આપી અને તમામ ખર્ચ એમણે ઉપાડી લીધો. મહિલા ક્યારેક ક્યારેક આ છોકરીને મળવા માટે પણ જતી પરંતું કામની અતિ વ્યસ્તતાને લીધે આ મુલાકાતો ઘટતી ગઇ. ક્યારેક ફોન પર તો ક્યારેક ઇમેઇલ દ્વારા વાતચિત થતી રહેતી.

અમુક વર્ષો પછી પેલી મહિલાને એક લેકચર આપવા માટે અમેરીકાના સાનફ્રાંસિસકોમાં જવાનું થયું. સાનફ્રાંસીસકોમાં રહેતા કન્નડ લોકોની એક સંસ્થાએ વ્યાખ્યાનનું આયોજન કરેલુ હતું. આ મહિલા જે હોટેલના હોલમાં કાર્યક્રમ હતો એ હોટેલમાં જ રોકાયા હતા. કાર્યક્રમ પુરો થયા બાદ હોટેલથી નીકળતી વખતે જ્યારે આ મહિલા હોટેલના રીસેપ્શન કાઉન્ટર પર એમનું બીલ ભરવા માટે આવ્યા ત્યારે ખબર પડી કે કોઇએ એમનું બીલ ભરી આપ્યુ છે. બીલ ભરી આપનાર દંપતિ ત્યાં જ ઉભુ હતું. મહિલા પ્રોફેસર એમને ઓળખતા પણ નહોતા એટલે પુછ્યુ, "આટલી મોટી રકમનું બીલ તમે કેમ ભરી આપ્યુ ?" સામે જ ઉભેલા દંપતિમાંથી પત્નિ બોલી, "મેડમ, આ બીલની રકમ મુંબઇથી બેંગ્લોરની રેલ્વે ટીકીટની સામે સાવ તુચ્છ છે."

મહિલાની આંખો આશ્વર્યથી પહોળી થઇ ગઇ. એક અનાથ છોકરીને રેલ્વેના ડબ્બામાંથી અમેરીકા સુધી પહોંચાડનાર સેવાભાવી મહિલા એટલે ઇન્ફોસીસ ફાઉન્ડેશનના ચેરમેન શ્રીમતિ સુધા મૂર્તિ.
મિત્રો, તમારી નાની એવી મદદ કેટલું મોટું પરીણામ આપી શકે એની તમે કલ્પના પણ ન કરી શકો. જીવનમાં બીજાને જેટલી થઇ શકે એટલી મદદ કરવી જોઇએ. સામેવાળા ભલે કદાચ સુધા મૂર્તિ ન બને પણ તમને મદદ કર્યાનો આત્મસંતોષ જરૂર થશે.

પ્લબંરની જેમ પોટલું

એક ખેડુતે પોતાના ફાર્મ હાઉસ પર પાઇપનું
રીપેરીંગ કરવા માટે એક પ્લબંર બોલાવ્યો.
પ્લબંર આવીને જોયુ તો ઘણા વર્ષોથી આ
ફાર્મ
હાઉસબંધ હોય એવું લાગ્યું.
પ્લબંર પાઇપને ખોલવાના ખુબ પ્રયાસ
કર્યા પાઇપ
તો ના ખુલ્યો ઉલ્ટાના પ્લબંરના પાના-પકડ
તુટી ગયા.પાઇપ કાટી ગયો હતો આથી થોડું
વધુ
બળ લગાડ્યુ તો પાઇપ જ તુટી ગયો.
પલંબરે પોતાનું કામ ચાલુ રાખ્યુ થોડી વાર
પછી કામ કરતા કરતા એના હાથ પર જ
હથોડી વાગી એ ગુસ્સામાં કંઇક બડબડ
કરતો રહ્યો અને માંડ માંડ પોતાનુ કામ પુરુ
કર્યો.
હવે તો એ ખુબ થાકી ગયો હતો અને સાંજ પણ
પડી ગઇ હતી આથી એ
ઝડપથી પોતાનો સરસામાન લઇને
પોતાના વાહન
પાસેઆવ્યો એણે જોયુ તો પોતાના સ્કુટરમાં
પણ
પંચર હતું.
એણે ફાર્મ હાઉસના માલીકને પોતાના ઘરે
મુકી જવા માટે વિનંતી કરી એટલે ફાર્મ
હાઉસનો માલિક એને પોતાની કાર લઇને ઘેર
મુકવા ગયો. રસ્તામાં કાર માલિકે જોયુ કે
પેલો પ્લબંર ખુબ જ ગુસ્સામાં હતો.
આજનો આખો દિવસ એના માટે ખરાબ
રહ્યો હતો એ ગુસ્સામાં કંઇ બોલતો પણ ન
હતો પણ એના ચહેરા પરની તંગ રેખાઓ
બતાવતી હતી કે એ ખુબ જ ગુસ્સામાં છે.
પ્લબંરનું ઘર આવ્યું એટલે એણે પેલા ખેડુતને
પોતાના ઘરમાં આવવા માટે નિમંત્રણ આપ્યું.
ખેડુતે નિમંત્રણનો સ્વિકાર કર્યો અને એની સાથે
જ દરવાજામાં પ્રવેશ કર્યો.
ઘરના મુખ્ય દરવાજામાં પ્રવેશ કરે એ પહેલા એ
પલંબરે ફળિયામાં આવેલા એક ઝાડ પાસે
ગયો એણે ઝાડને પ્રેમથી સ્પર્શ કર્યો અને
એના ચહેરા પરના ભાવ બદલાવા લાગ્યા એનુ
ગુસ્સો જણે કે અદ્રશ્ય થઇ ગયો અને ચહેરા પર
સ્મિત આવી ગયું. પછી એણે ડોરબેલ
વગાડી દરવાજો ખુલતા જ એ હસતા ચહેરે અંદર
પ્રવેશ્યો અને પોતાનાબાળક તથા પત્નિને
પ્રેમથી ભેટ્યો.આ બધુ જોઇને ખેડુત
તો વિચારમાં પડી ગયો. જ્યારે ચા-
પાણી પીધા પછી પ્લબંર ખેડુતને એની કાર
સુધી મુકવા આવ્યો આવ્યો ત્યારે એ પલંબરને
પુછ્યા વગર રહી શક્યો કે આ ઝાડમાં એવી તે શું
જાદુઇશક્તિ હતી કે એને સ્પર્શ કરતા જ
તારા ચહેરા પરનો ગુસ્સો સ્મિતમાં પલટાઇ
ગયો?
પલંબરે કહ્યુ ,"માલિક, હું કામ પરથી જ્યારે ઘરે
આવું છું ત્યારે મારી સાથે અનેક સમસ્યા અને
પ્રશ્નોના પોટલા પણ લાવું છું. પરંતું મારી આ
સમસ્યાઓ કે પ્રશ્નોની અસર
મારા પરિવારના બીજા સભ્યો પર ન પડે
તેની પણ તકેદારી રાખુ છું અને એટલે
ઘરમાં પ્રવેશતા પહેલા મારા તમામ પ્રશ્નો આ
ઝાડ પર જ ટાંગી દઉં છુ અને સવાર સુધી એ
પ્રશ્નો પ્રભુના હવાલે કરી દઉં છું. આનંદની વાત
તો એ છે કે જ્યારે સવારે ઝાડ પર
ટાંગેલા મારા પ્રશ્નોનું પોટલું લેવા માટે જાઉં
ત્યાર
મોટા ભાગના પ્રશ્નો તો પોટલામાંથી
ભાગી પણ
ગયા હોય છે અને ક્યારેક તો પોટલું સાવ
ખાલી હોય છે.
મિત્રો એવું નથી લાગતુ કે આપણે પણ આ
પ્લબંરની જેમ આપણા પ્રશ્નોને
ઘરના દરવાજાની બહાર ટાંગવા માટે એક
નાના છોડની જરુર છે!!!!!

Tuesday, July 5, 2016

दशावतार

एक माँ अपने पूजा-पाठ से फुर्सत पाकर अपने विदेश में रहने वाले बेटे से फोन पर बात करते समय पूँछ बैठी: ... बेटा! कुछ पूजा-पाठ भी करते हो या फुर्सत ही नहीं मिलती?

बेटे ने माँ को बताया - "माँ, मैं एक आनुवंशिक वैज्ञानिक हूँ ...
मैं अमेरिका में मानव के विकास पर काम कर रहा हूँ ...
विकास का सिद्धांत, चार्ल्स डार्विन... क्या आपने उसके बारे में सुना है ?"

उसकी माँ मुस्कुरा कर बोली - "मैं डार्विन के बारे में जानती हूँ, बेटा ... मैं यह भी जानती हूँ कि तुम जो सोचते हो कि उसने जो भी खोज की, वह वास्तव में सनातन-धर्म के लिए बहुत पुरानी खबर है..."

"हो सकता है माँ !" बेटे ने भी व्यंग्यपूर्वक कहा ...

"यदि तुम कुछ होशियार हो, तो इसे सुनो," उसकी माँ ने प्रतिकार किया...
... "क्या तुमने दशावतार के बारे में सुना है ? विष्णु के दस अवतार ?"

बेटे ने सहमति में कहा "हाँ! पर दशावतार का मेरी रिसर्च से क्या लेना-देना?"

माँ फिर बोली: लेना-देना है मेरे लाल... मैं तुम्हें बताती हूँ कि तुम और मि. डार्विन क्या नहीं जानते हैं ?

पहला अवतार था मत्स्य अवतार, यानि मछली | ऐसा इसलिए कि जीवन पानी में आरम्भ हुआ | यह बात सही है या नहीं ?"

बेटा अब और अधिक ध्यानपूर्वक सुनने लगा |

उसके बाद आया दूसरा कूर्म अवतार, जिसका अर्थ है कछुआ, क्योंकि जीवन पानी से जमीन की ओर चला गया 'उभयचर (Amphibian)' | तो कछुए ने समुद्र से जमीन की ओर विकास को दर्शाया |

तीसरा था वराह अवतार, जंगली सूअर, जिसका मतलब जंगली जानवर जिनमें बहुत अधिक बुद्धि नहीं होती है | तुम उन्हें डायनासोर कहते हो, सही है ? बेटे ने आंखें फैलाते हुए सहमति जताई |

चौथा अवतार था नृसिंह अवतार, आधा मानव, आधा पशु, जंगली जानवरों से बुद्धिमान जीवों तक विकास |

पांचवें वामन अवतार था, बौना जो वास्तव में लंबा बढ़ सकता था | क्या तुम जानते हो ऐसा क्यों है ? क्योंकि मनुष्य दो प्रकार के होते थे, होमो इरेक्टस और होमो सेपिअंस, और होमो सेपिअंस ने लड़ाई जीत ली |"

बेटा दशावतार की प्रासंगिकता पर स्तब्ध हो रहा था जबकि उसकी माँ पूर्ण प्रवाह में थी...

छठा अवतार था परशुराम - वे, जिनके पास कुल्हाड़ी की ताकत थी, वो मानव जो गुफा और वन में रहने वाला था | गुस्सैल, और सामाजिक नहीं |

सातवां अवतार था मर्यादा पुरुषोत्तम श्री राम, सोच युक्त प्रथम सामाजिक व्यक्ति, जिन्होंने समाज के नियम बनाए और समस्त रिश्तों का आधार |

आठवां अवतार था जगद्गुरु श्री कृष्ण, राजनेता, राजनीतिज्ञ, प्रेमी जिन्होंने ने समाज के नियमों का आनन्द लेते हुए यह सिखाया कि सामाजिक ढांचे में कैसे रहकर फला-फूला जा सकता है |

नवां अवतार था भगवान बुद्ध, वे व्यक्ति जो नृसिंह से उठे और मानव के सही स्वभाव को खोजा | उन्होंने मानव द्वारा ज्ञान की अंतिम खोज की पहचान की |

और अंत में दसवां अवतार कल्कि आएगा, वह मानव जिस पर तुम काम कर रहे हो | वह मानव जो आनुवंशिक रूप से अति-श्रेष्ठ होगा |

बेटा अपनी माँ को अवाक होकर सुनता रहा |
अंत में बोल पड़ा "यह अद्भुत है माँ, भारतीय दर्शन वास्तव में अर्थपूर्ण है |"

...पुराण अर्थपूर्ण हैं | सिर्फ आपका देखने का नज़रिया होना चाहिए धार्मिक या वैज्ञानिक ?🙏🙏🙏🙏🙏

Sunday, July 3, 2016

Courage

Salute him for his courage.

He is Srikanth Bolla, a 24 year old blind entrepreneur. After securing 90% marks . When IITs and NITs didnt give him hall ticket for writing competitive exams, he applied overseas, and got selected in 4 of the best colleges ever created on Earth: MIT, Stanford, Berkeley, and Carnegie Mellon. After returning frm US in 2012, he launched Bollant Industries, where 60% of employees are poor, physically challenged. This 450 employees company is now worth Rs 50 crore, and recently, Ratan Tata invested in his venture.

We salute him for his courage!

બિરની સિગલ નામના એક કેન્સર સ્પેશિયાલિસ્ટે 'લવ, મેડિસિન અને મિરેકલ્સ' નામનું એક પુસ્તક લખ્યું છે. મનની શક્તિ શરીર પર કેવી રીતે રાજ કરે છે તેનો એક અદભૂત પ્રસંગ, સિગલે આ પુસ્તકમાં નોંધ્યો છે.

1957ના વર્ષની આ ઘટના છે. મી.રાઈટ નામનો એક પાઈલોટ હતો. આ પાઈલોટને ગળાનો દુ:ખાવો શરુ થયો. ધીમે ધીમે દુ:ખાવો વધવા લાગ્યો. ડોકટરોએ તમામ રિપોર્ટ્સ કરાવ્યા એટલે ખબર પડી કે મી.રાઇટ્સને ગળાનું કેન્સર છે. આ એ સમય હતો કે જ્યારે કેન્સર જીવલેણ રોગ ગણાતો અને એની કોઈ અસરકારક દવા પણ નહોતી.

મી.રાઈટ્સ સાવ પડી ભાંગ્યા. સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયેલા પણ તબિયત દિવસે દિવસે બગડતી જતી હતી. મી.રાઇટ્સ હવે માત્ર થોડા દિવસના જ મહેમાન હતા. એકદિવસ એણે છાપામાં એક સમાચાર વાંચ્યા. કેન્સરને કાબુમાં કરી શકાય એવી 'ક્લેબાયોસિન' નામની એક દવા શોધવામાં આવી છે. આ દવા ગમે તેવા કેન્સરના રોગને પણ મટાડી શકે છે.

મી.રાઇટ્સ આ સમાચાર વાંચીને આનંદથી ઝૂમી ઉઠ્યા. એણે આ દવા લેવાનું નક્કી કર્યું. ડોકટરો માર્કેટમાં આવેલી આ દવાની અસરકારકતા અંગે શંકાશીલ હતા પણ મી.રાઇટ્સને પૂર્ણ વિશ્વાસ હતો કે આ નવી દવા એને નવું જીવન આપશે. મી.રાઇટ્સના આગ્રહથી એ દવા એમને આપવામાં આવી. માત્ર થોડા જ દિવસોમાં કેન્સરની ગાંઠો ઓગળવા લાગી અને અમૂક અઠવાડિયા પછી મી.રાઈટ્સ સંપૂર્ણ સ્વસ્થ થઈને પાઈલોટની નોકરી પર પરત આવી ગયા.

થોડા મહિના પછી એક બીજા સમાચાર છપાયા કે 'કેન્સરની જે દવા શોધાયાનો દાવો હતો તે સાવ ખોટો હતો. લેબોરેટરીમાં ઊંડાણપૂર્વકની તપાસ પરથી સાબિત થયું કે દવાની કેન્સર પર કોઈ અસર થતી નથી. કંપનીએ પણ દવાને માર્કેટમાંથી પાછી ખેંચી લીધી છે.' આ સમાચાર વાંચતાની સાથે જ મી.રાઇટ્સને પરસેવો છૂટી ગયો. બીજા જ દિવસે એ બિમાર પડી ગયો. હોસ્પિટલમાં દાખલ થયો અને થોડા દિવસમાં એના શરીરમાં કેન્સરની ગાંઠો ફરીથી જોવા મળી અને અઠવાડિયામાં તો એ મૃત્યુ પામ્યો.

મિત્રો, મનની હકારાત્મક કે નકારાત્મક અસર શરીર પર થાય જ છે. મન ધારે તો સાજા શરીરને માંદું પાડે અને મન ધારે તો માંદા શરીરને સાજું પણ કરે. શરીરના મોટાભાગના દુઃખોનું કારણ મન જ હોય છે. શરીરની તંદુરસ્તી માટે મનની તંદુરસ્તી બહુ જરૂરી છે.