Wednesday, October 5, 2016

શ્વેતાએ

મુંબઈમાં 'કમાટીપુરા' દેહના સોદા માટેનો કુખ્યાત વિસ્તાર છે. આ વિસ્તારની અનેક મહિલાઓ મજબૂરીની મારી દેહના વેપાર દ્વારા જીવનનિર્વાહ કરે છે. આ વિસ્તારની એક સેક્સવર્કરને ત્યાં દીકરીનો જન્મ થયો. નાની છોકરીને જન્મતાની સાથે અનેક સમસ્યાઓ ભેટમાં મળી. શાળાએ જવાનું ન હોય એટલે આખો દિવસ ખોલીમાં પડી રહેવાનું અને માતાના શરીરને ચૂંથવા આવનારા ગ્રાહકોને લાચાર બનીને રોજ જોવાનું આ છોકરીના નસીબમાં લખેલું. છોકરીને આ મંજૂર નહોતું એટલે એણે પોતે જ પોતાના ભાગ્યવિધાતા બનીને નસીબ લખવાનું નક્કી કર્યું.

આ છોકરીએ સંકલ્પ કર્યો કે મારે ભણીગણીને મારી જિંદગી સુધારવી છે અને પછી મોટા થઈને સેક્સવર્કરના સંતાનોના અભ્યાસ માટે કામ કરવું છે. છોકરીના આગ્રહના કારણે એને નજીકની શાળામાં દાખલ કરવામાં આવી. છોકરી પીડાને ઘોળીને પી ગઈ અને પોતાની બધી જ શક્તિ અભ્યાસમાં કેન્દ્રિત કરી.

છોકરીએ યુવાનીમાં કદમ માંડ્યા અને એના પર સાવકા બાપે જ નજર બગાડી. બાપ દ્વારા જ થતા શારીરિક શોષણની વાત કોને કરવી ? ના સહેવાય અને ના રહેવાય એવી સ્થિતિમાં આ છોકરીએ થોડો સમય વિતાવ્યો પછી 'ક્રાંતિ' નામની એક એનજીઓનો સંપર્ક કર્યો. સંસ્થાના કાર્યકર્તાઓ છોકરીની કહાની સાંભળીને કંપી ઉઠ્યા. આટલા આઘાતોમાંથી પસાર થવા છતાં આ યુવતીનો આત્મવિશ્વાસ બુલંદ હતો.

સંસ્થાની સહાયથી એણે અભ્યાસ આગળ વધાર્યો. દિવસ રાત સખત મહેનત કરી. વિદેશમાં અભ્યાસ માટેની પરીક્ષાઓની તૈયારી પણ કરી. છોકરીને અમેરિકા ભણવા જવા માટેની સ્કોલરશિપ મળી. રેડલાઇટ વિસ્તારની એક સામાન્ય છોકરી અભ્યાસ કરવા માટે અમેરિકા પહોંચી ગઈ. અભ્યાસ માટે એણે સાયકોલોજી વિષય પસંદ કર્યો જેથી એ પીડિત બાળકોની વધુમાં વધુ મદદ કરી શકે, બાળકોને સમજીને એની સેવા કરી શકે.

દુઃખો સામે બાથ ભીડનાર આ છોકરીનું નામ છે, શ્વેતા કૂટ્ટી. શ્વેતા રંગે ભલે કાળી હોય પણ એણે એની પ્રતિભા અને હિંમત દ્વારા ધોળિયાઓને આશ્વર્ય ચકિત કરી દીધા. રાષ્ટ્રસંઘ (યુનાઇટેડ નેસન્સ ) દ્વારા સમસ્યાઓ સામે લડાઈ લડીને વિજય પ્રાપ્ત કરનાર, ભારતની આ બહાદુર દીકરીને એવોર્ડ માટે પસંદ કરવામાં આવી.

મિત્રો, આપણા જીવનમાં એકાદ નાની સમસ્યા આવે તો પણ આપણે આપણી આ નાની સમસ્યાનાં રોદણાં રોઈ રોઈને એને એમ્પલીફાઇ કરીએ છીએ. શ્વેતાએ સમસ્યાઓને એમ્પલીફાઇ કરવાને બદલે એની ક્ષમતાઓને એમ્પલીફાઇ કરી. પરિણામ તમારી નજર સામે છે. ફરિયાદો કરવાનું બંધ કરીને ક્ષમતાઓને ઉજાગર કરીએ.

આલોક સાગર

આલોક સાગર, દિલ્હીના એક શિક્ષિત અને ધનવાન પરિવારમાં જન્મેલો બાળક હતો. એના પિતા IRS ઓફિસર હતા અને માતા ભૌતિકશાસ્ત્રના પ્રોફેસર હતા. આલોક ભણવામાં ખૂબ તેજસ્વી હતા. 1973માં એણે IIT દિલ્હીમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ પૂરું કર્યું અને પછી આ જ યુનિવર્સીટીમાંથી એણે M.Tech. કર્યું. આલોક પીએચડી કરવા માટે અમેરિકા ગયા. પીએચડી પૂરું કર્યા બાદ ડો.આલોક સાગર ઇચ્છે તો અમેરિકામાં કારકિર્દીની સુવર્ણ તક હતી પણ એને દેશ માટે કંઈક કરવું હતું એટલે ભારત પાછા આવી ગયા.

IIT દિલ્હીમાં જ પ્રોફેસર બની ગયા. ભારતીય રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન જેવા કેટલાય વિદ્વાનો ડો. આલોકના વિદ્યાર્થી રહી ચૂક્યા છે. IITના અતિ તેજસ્વી વિદ્યાર્થીઓને ભણાવે પણ દિલ તો કંઈક જુદી જ ઝંખના કરતુ હતું. ડો. આલોક દેશના સાવ સામાન્ય અને ગરીબ લોકોની સેવા કરવા ઇચ્છતા હતા. 1982માં એમણે પ્રોફેસર તરીકે રાજીનામુ આપી દીધું અને આ ઓલિયો નીકળી પડ્યો ગરીબોની સેવા કરવા.

મધ્યપ્રદેશના બેતુલ અને હૉશનગાબાદ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં એની સેવાકીય પ્રવૃત્તિ ચાલુ કરી. 50000થી વધુ વૃક્ષો વાવીને પર્યાવરણની પણ અદભૂત સેવા કરી. દેશનો એક અતિ શિક્ષિત માણસ છેલ્લા 34 વર્ષથી આદિવાસી બનીને આદિવાસીઓની સેવા કરી રહ્યો છો. સાયકલ પર જે માણસના આપ દર્શન કરી રહ્યા છો એ ફકીર જેવો લાગતો માણસ ડો.આલોક સાગર છે.

આપણી પાસે તો સામાન્ય પદવી અને નાની નોકરી હોય તો પણ અહંકાર આભને આંબતો હોય છે અને આ માણસ એની વિદ્વતાને એકબાજુ મૂકીને કામ કરી રહ્યો છે. આ માણસ આટલો વિદ્વાન છે એની કોઈને ખબર જ પડવા નથી દીધી. ક્યારેય એણે કોઈને પોતાના ઉચ્ચ અભ્યાસની કે નોકરીની વાત કરી જ નથી. આતો પોલીસને આ માણસની કામગીરી શંકાસ્પદ લાગતા તપાસ કરી તો આ બધી બાબત જાણવા મળી.

આજના યુગમાં લોકોને સેવા કરવાને બદલે પોતાની હોંશિયારી અને વિદ્વતા બતાવવાનો નશો ચડ્યો છે ત્યારે વિદ્વતાને ભોમાં ભંડારીને સેવા કરતા ડો. આલોક સાગર જેવા સંતપુરુષને વંદન.

Tuesday, October 4, 2016

લગ્ન પછી આપણો

એક યુવકના લગ્ન થયા. ઘરમાં નવવધુ આવી અને ઘર આનંદ ઉલ્લાસથી ગુંજવા લાગ્યુ. નવી આવેલી વહુ બધાની ખુબ સારસંભાળ રાખતી હતી. ઘરના બધા સભ્યો ઘરના આ નવા સભ્યના આગમનથી આનંદમાં હતા પણ એકમાત્ર યુવાનની માતા થોડી ઉદાસ ઉદાસ રહેતી હતી.

યુવકના પિતાને થોડાક દિવસમાં જ ખબર પડી ગઇ કે વહુ આવ્યા પછી એમની પત્નિ થોડી ઉદાસ થઇ ગઇ છે. પત્નિની આ ઉદાસીનું કારણ જાણવા માટે એકવાર ઘરમાં કોઇ નહોતુ ત્યારે એ ભાઇએ પોતાની પત્નિને પુછ્યુ, "હું જોઇ રહ્યો છું કે વહુના આવ્યા પછી તુ થોડી ઉદાસ થઇ ગઇ છે. આ માટે કોઇ ખાસ કારણ ?"

પત્નિએ કહ્યુ, "તમે કોઇ નોંધ લીધી. લગ્ન પછી આપણો દિકરો સાવ બદલાઇ ગયો છે. પહેલા એ મારી સાથે બેસીને વાતો કરતો પણ હવે એને મારા માટે ટાઇમ જ નથી ક્યારેક ક્યારેક જ વાતો થાય છે. જો એકાદ દિવસની રજા પડે તો વહુને લઇને એના સસરાને ત્યાં જતો રહે છે. મારા કરતા તો એની સાસુ સાથે હવે વધારે વાતો કરે છે મને એવુ લાગે છે કે આપણો દિકરો હવે અડધો એના સસરાનો થઇ ગયો છે. બસ આ બધા વિચારોથી હું સતત બેચેન રહુ છું"

એ ભાઇએ એમના પત્નિનો હાથ પોતાના હાથમાં લઇને કહ્યુ, "તારી વાત બિલકુલ સાચી છે. હવે આપણો દિકરો પુરેપુરો આપણો નથી રહ્યો. અડધો એના સાસુ સસરાનો થઇ ગયો છે. પણ મારે તને એક વાત પુછવી છે. તને એવુ લાગે છે કે આપણી વહુએ આ ઘરમાં આવીને ઘરનું વાતાવરણ બગાડી નાંખ્યુ છે ? "
છોકરાની મમ્મી બોલી, "ના બિલકુલ નહી, એ તો સ્વભાવની બહુ સારી છે મારુ અને તમારુ બહુ સારુ ધ્યાન રાખે છે."છોકરાના પપ્પાએ હસતા હસતા કહ્યુ, "ગાંડી કોઇ બીજાની દિકરી "પુરેપુરી આપણી થઇ જતી હોય તો પછી આપણો દિકરો અડધો એનો કે એના માતા-પિતાનો થાય એમાં આમ ઉદાસ થોડુ થવાનું હોય ?"

મિત્રો, એક સ્ત્રી પોતાનું સર્વસ્વ છોડીને આપણી થવા માટે આપણા આંગણે આવે છે ત્યારે જો આપણે પુરેપુરા નહી,
માત્ર અડધા પણ એના અને એના પરિવારના બનીએ તો પારિવારિક પ્રશ્નો ઉભા નહી થાય.


Sent from my iPhone

Saturday, October 1, 2016

किसान का बैल कुएँ में गिर गया।

🌟
एक लघु कथा

ये कहानी आपके जीने की सोच बदल देगी !

एक दिन एक किसान का बैल कुएँ में गिर गया।
वह बैल घंटों ज़ोर -ज़ोर से रोता रहा और किसान सुनता रहा और विचार करता रहा कि उसे क्या करना चाहिऐ और क्या नहीं।

अंततः उसने निर्णय लिया कि चूंकि बैल काफी बूढा हो चूका था अतः उसे बचाने से कोई लाभ होने वाला नहीं था और इसलिए उसे कुएँ में ही दफना देना चाहिऐ।

किसान ने अपने सभी पड़ोसियों को मदद के लिए बुलाया सभी ने एक-एक फावड़ा पकड़ा और कुएँ में मिट्टी डालनी शुरू कर दी।

जैसे ही बैल कि समझ में आया कि यह क्या हो रहा है वह और ज़ोर-ज़ोर से चीख़ चीख़ कर रोने लगा और फिर अचानक वह आश्चर्यजनक रुप से शांत हो गया।

सब लोग चुपचाप कुएँ में मिट्टी डालते रहे तभी किसान ने कुएँ में झाँका तो वह आश्चर्य से सन्न रह गया..

अपनी पीठ पर पड़ने वाले हर फावड़े की मिट्टी के साथ वह बैल एक आश्चर्यजनक हरकत कर रहा था वह हिल-हिल कर उस मिट्टी को नीचे गिरा देता था और फिर एक कदम बढ़ाकर उस पर चढ़ जाता था।

जैसे-जैसे किसान तथा उसके पड़ोसी उस पर फावड़ों से मिट्टी गिराते वैसे -वैसे वह हिल-हिल कर उस मिट्टी को गिरा देता और एक सीढी ऊपर चढ़ आता जल्दी ही सबको आश्चर्यचकित करते हुए वह बैल कुएँ के किनारे पर पहुंच गया और फिर कूदकर बाहर भाग गया।

ध्यान रखे आपके जीवन में भी बहुत तरह से मिट्टी फेंकी जायेगी बहुत तरह की गंदगी आप पर गिरेगी जैसे कि,

आपको आगे बढ़ने से रोकने के लिए कोई बेकार में ही आपकी आलोचना करेगा
कोई आपकी सफलता से ईर्ष्या के कारण आपको बेकार में ही भला बुरा कहेगा, कोई आपसे आगे निकलने के लिए ऐसे रास्ते अपनाता हुआ दिखेगा जो आपके आदर्शों के विरुद्ध होंगे..

ऐसे में आपको कुएँ में ही नहीं पड़े रहना है बल्कि साहस के साथ हर तरह की गंदगी को गिरा देना है और उससे सीख ले कर उसे सीढ़ी बनाकर बिना अपने आदर्शों का त्याग किये अपने कदमों को आगे बढ़ाते जाना है।
सकारात्मक रहे.. सकारात्मक जिए!

इस संसार में..
सबसे बड़ी सम्पत्ति "बुद्धि "
सबसे अच्छा हथियार "धैर्य"
सबसे अच्छी सुरक्षा "विश्वास"
सबसे बढ़िया दवा "हँसी" है
और आश्चर्य की बात कि "ये सब निशुल्क हैं "

सदा मुस्कुराते रहें। सदा आगे बढ़ते रहें..