Friday, September 23, 2016

ઇજિપ્તના એક નાનકડા ગામમાં

ઇજિપ્તના એક નાનકડા ગામમાં સામાન્ય પરિવારમાં જન્મેલો એક બાળક માત્ર 3 વર્ષની ઉંમરે અંધ થયો. હજુ તો દુનિયાને જોવાની સમજ માંડ માંડ પડી ત્યાં ભગવાને એની બંને આંખો છીનવી લીધી. પરિવારની આર્થિક સ્થિતિ પણ ખૂબ સામાન્ય હતી એટલે યોગ્ય સારવાર પણ શક્ય નહોતી.

બાળક જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ જીવન પ્રત્યેની નકારાત્મકતા વધતી ગઈ. એક્સમય એવો આવ્યો કે એણે દુનિયા છોડી દેવાનો વિચાર કર્યો. કોઈ જગ્યાએ આશાનું એકપણ કિરણ દેખાતું નહોતું આથી બધી સમસ્યાઓથી મુક્ત થવાનો એક માત્ર માર્ગ આત્મહત્યા જ છે એવું એમને લાગતું હતું.

આ છોકરો આત્મહત્યા કરવા નીકળ્યો અને એની એક સૂફી સંત સાથે આકસ્મિક મુલાકાત થઇ. સૂફી સંતે આ છોકરાને ઘણી વાતો કરી જેનાથી જીવનને જોવાનો એનો દૃષ્ટિકોણ જ બદલાઈ ગયો. અનેક સમસ્યાઓ હોવા છતાં જીવનને મન ભરીને માણવાના સંકલ્પ સાથે આ છોકરો ઘરે પાછો આવ્યો.

જે છોકરાએ એક વખતે આત્મહત્યા કરવાનો નિર્ણય કરેલો એ છોકરો આજે ઇજિપ્તનું ગૌરવ છે. આ છોકરાનું નામ છે ડો. તાહા હુસૈન. ડો.તાહા હુસૈન સાહિત્યક્ષેત્રે ખુબ જાણીતું નામ છે એમની આત્મકથા "THE DAYS" અનેક લોકોને પ્રેરણા પૂરી પાડે છે. આપણને એક વિષયમાં પીએચડીની પદવી મેળવતા નાકે દમ આવી જાય જ્યારે ડો.તાહા અંધ હોવા છતાં 14 વિષયમાં પીએચડીની પદવી ધરાવે છે. એમણે ઇજિપ્તના શિક્ષણમંત્રી તરીકે પણ અદભૂત સેવાઓ આપી હતી. 36થી વધુ રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રિય એવોર્ડસથી એમને સન્માનિત કર્યા છે. યુનાઇટેડ નેસન્સે પણ એમની સેવાઓને ધ્યાને લઈને માનવ અધિકાર રક્ષણનાં કાર્ય માટે ડો.તાહાને સન્માનિત કર્યા છે.

મિત્રો, આત્મહત્યા કરવા નીકળેલા ડો.તાહા ક્યાં પહોંચી ગયા. માત્ર એક સારો વિચાર માણસને ખીણમાંથી ઉપાડીને શિખર સુધી પહોંચાડે છે અને એક નબળો વિચાર માણસને શિખર પરથી ખીણમાં ધકેલે છે. આપની આસપાસ સારા વિચારો પીરસનાર મિત્રો રાખજો જે તમને સતત ચેતાનવંતા રાખે.

Wednesday, September 14, 2016

रुक्षमणी भक्ति

આજથી 60 વર્ષ પહેલાની આ વાત છે. ઉત્તરપ્રદેશ તરફથી મુંબઇ આવી રહેલી એક ટ્રેનમાં હજારો મુસાફરોની સાથે 22 વર્ષની એક બહેરી અને મૂંગી યુવતી પણ હતી. આ યુવતી પતિના ત્રાસથી એવી કંટાળેલી કે ઘર છોડીને ભાગી આવી. ગામડાની અભણ અને અબુધ યુવતીને કયાં જવું એની કોઈ ગતા ગમ નહોતી.
ટ્રેનમાં મુસાફરી કરી રહેલા કેટલાક ભૈયાઓને આ યુવતીની ચિંતા થઇ એમને એવું લાગ્યું કે મુંબઈમાં આ બિચારી વેંચાઈ જશે. યુવતીને યુપીના જ એક માજી જે મુંબઈમાં રહીને બીજાના ઘરના કામ કરતા એની ઘરે આ યુવતીને રાખી. યુવતી બહેરી અને મૂંગી હોવાથી એ શું કહી રહી છે એ સમજવામાં ખુબ તકલીફ પડતી હતી પણ એની વાત પરથી એટલી ખબર પડતી હતી કે આ છોકરીને હવે સાસરિયામાં કે પિયારીયામાં નથી જવું.

માજીએ છોકરીને એમની સાથે રાખી. થોડા સમય પછી એમને પણ આ છોકરી બોજારૂપ લાગવા માંડી. બીજાના ઘરના કામ કરીને ગુજરાન ચલાવતા માજીને આ બહેરી અને મૂંગી, ગાંડા જેવી યુવતીનું ભરણપોષણ ભારે પડતું હતું. માજી જેમને ત્યાં કામ કરવા જતા એ કચ્છી જૈન પરિવારમાં આ યુવતીની વાત કરી. પરિવારના વડીલોએ આ યુવતીને પોતાની ઘરે લાવવાનું નક્કી કર્યું.

બીજા જ દિવસે માજી યુવતીને પોતે જ્યાં કામ કરતા હતા એ પરિવારમાં મૂકી ગયા. મુંબઈમાં વસતા રુકમાણી પરિવારે આ અજાણી યુવતીને પરિવારના નવા સભ્ય તરીકે સ્વીકારી. 22 વર્ષની આ યુવતી આજે 82 વર્ષના માજી થઈ ગયા છે. યુવતીને ઘરમાં લાવનાર પરિવારના વડીલો તો પ્રભુ પાસે જતા રહ્યા છે પરંતુ આ વડીલોની ત્રીજી પેઢી આજે પણ એક સાવ અજાણી સ્ત્રીને દાદીમાંની જેમ આદર અને સન્માન સાથે સાચવે છે. ઘરની વહુઓ પણ આ માજીની પ્રેમપૂર્વક સેવા કરે છે.

થોડા સમય પહેલા માજીને હોસ્પિટલમાં દાખલ કરેલા ત્યારે ઘરની વહુઓએ ખડે પગે એમની સેવા કરી છે. રુકમાણી પરિવાર કરોડોપતિ પરિવાર છે. જેની સાથે લોહીનો સંબંધ નથી એવા માજીની સારવાર માટે નોકર રાખી શકે પણ એમ કરવાના બદલે અમીર પરિવારની વહુઓએ જાતે જ એમની સેવા કરી. 60 વર્ષ પહેલા આવેલી આ અજાણી યુવતીના નામની કોઈને ખબર નહોતી એટલે એમનું નવું નામ પાડવામાં આવ્યું છે , ભક્તિ. અને એ પરિવારના જ સભ્ય છે એટલે એનું પૂરું નામ છે, ભક્તિ રુકમાણી.

હમણાં મુંબઈમાં પ્રવચન માટે ગયો ત્યારે આ પરિવારની મુલાકાત થઇ. આજે લોકો પોતાના સગા માં-બાપને ઘરમાં રાખવા તૈયાર નથી ત્યારે રુકમાણી પરિવાર છેલ્લા 60 વર્ષથી એક અજાણી સ્ત્રીને ઘરના પરિવારની જેમ સાચવે છે. મેં આ સ્ટોરી ફેસબુક પર લખવાની વાત કરી ત્યારે પરિવારના મોભીએ ખાસ વિનંતી કરી કે ક્યાંય મારું નામ નહિ લખતા.

આ ફોટામાં સૌથી મોટી ઉંમરના સફેદ સાડી પહેરેલા માજી દેખાય છે એ ભક્તિ રુકમાણી છે. કોઈ કહી શકે કે આ બહેન પરિવારનો હિસ્સો નથી !!!!!!

વંદન છે આ પરિવારની ભાવનાને....

Shri Alok Sagar is a man with many accomplishments

Shri Alok Sagar is a man with many accomplishments. He holds a degree in engineering from IIT Delhi, a Masters degree and a Ph.D. from Houston and served as a professor in an IIT, Delhi. Among his many successful students is the ex-governor of RBI, Raghuram Rajan. Alok, after resigning from work has been serving the tribals in remote villages of MP's Betul and Hoshangabad region. He's been living in a remote village named Kochamu since the past 26 years. The village just has a primary school, some 750 tribal residents and doesn't have any electricity or roads. He has planted more than 50000 trees and believes that change can be brought only from the grass-root level. He says, "In India, people are facing so many problems but people are busy proving their intelligence by showing their degrees rather than serving people." I really appreciate the efforts and dedication of Professor Sagar and applaud his work.

Thursday, September 8, 2016

અરુણીમાં સિંહા

આ સત્યઘટના એકવાર વાંચવા માટે અને તમારા બધા મિત્રો સાથે શેર કરવા માટે ખાસ ખાસ ખાસ વિનંતી કરુ છું.

ઉતરપ્રદેશની વતની અરુણીમાં સિંહા વોલીબોલ અને ફુટબોલની નેશનલ પ્લેયર હતી. તા.11 એપ્રિલ 2011ના રોજ અરુણીમાં પદ્માવતી એક્ક્ષપ્રેસ દ્વારા લખનૌથી દિલ્હી જઇ રહી હતી. જનરલ ડબ્બામાં ઘુસેલા કેટલાક ચોરનું ધ્યાન અરુણીમાંએ પહેરેલા સોનાના ચેઇન પર પડ્યુ. ચેઇન ઝૂંટવવા ચોરમંડળીએ પ્રયાસ કર્યો અને અરુણીમાંએ એનો વિરોધ કરતા ચોરોએ અરુણીમાંને ચાલુ ટ્રેનમાંથી નીચે ફેંકી દીધી.

બરાબર એ જ સમયે બાજુના ટ્રેક પરથી બીજી ટ્રેન પસાર થઇ. અરુણીમાંનો એક પગ ગોઠણ નીચેના ભાગથી કપાઇ ગયો અને બીજા પગના હાડકા બહાર આવી ગયા. અરુણીમાંએ મદદ માટે ખુબ બુમો પાડી પણ રાત્રીના અંધકારમાં એનો અવાજ લોકો સુધી પહોંચી જ નહોતો શકતો. આખી રાત એ પીડાથી કણસતી રહી. આંખે અંધારા આવી ગયા અને દેખાતું પણ બંધ થઇ ગયુ. સવારે લોકોનું ધ્યાન પડતા એને નજીકની હોસ્પીટલમાં દાખલ કરવામાં આવી.

હોસ્પીટલમાં એનેસ્થેસીયાની સુવિધા નહોતી એટલે ડોકટરો મુંઝાયા કે બેભાન કર્યા વગર સારવાર કેમ કરવી. અરુણીમાંને દેખાતું નહોતું પરંતું બધુ સાંભળી શકતી હતી એટલે એણે ડોકટરોની અંદરઓઅંદરની વાત સાંભળીને કહ્યુ, "મેં અત્યાર સુધી જે પીડા સહન કરી છે એની સામે બીજી બધી જ પીડા કંઇ નથી મને એનેસ્થેસીયા આપ્યા વગર જ સારવાર આપો". ડોકટરોએ છોકરીની હિંમત જોઇને ઓપરેશન કરવાની હિંમત કરી અને એનેસ્થેસિયા વગર એનો એક પગ કાપી નાંખ્યો અને બીજા પગમાં સળીયા નાંખ્યા.

અરુણીમાંને ત્યારબાદ દિલ્હીની એઇમ્સ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવી. બધા કહેતા હતા કે હવે આ છોકરી જીવન કેવી રીતે વિતાવશે ? હોસ્પીટલના બિછાને પડ્યા પડ્યા અરુણીમાંએ એક સંકલ્પ કર્યો 'મારે માઉન્ટ એવરેસ્ટ સર કરવો છે". જે લોકોએ આ વાત જાણી એ અરુણીમાંને ગાંડી ગણવા લાગ્યા. 4 મહિના બાદ જ્યારે અરુણીમાંને હોસ્પીટલમાંથી રજા મળી તો એ ઘરે જવાને બદલે સીધી જ 1984માં માઉન્ટ એવરેસ્ટ સર કરનાર બચેન્દ્રીપાલની ઘરે પહોંચી. પોતાના સંકલ્પની બચેન્દ્રીપાલને વાત કરી. વાત સાંભળીને બચેન્દ્રીપાલની આંખો પણ ભીની થઇ ગઇ. એણે અરુણીમાંને કહ્યુ, "બેટા, તે મનથી તો એરરેસ્ટ સર કરી જ લીધુ છે, હવે તારે માત્ર દુનિયાને એ બતાવવાનું છે."

ઘરે આવીને અરુણીમાંએ પર્વતારોહણની તાલીમ લેવાનું ચાલુ કર્યુ. ખુબ મુશ્કેલી પડે કારણકે એક પગ નકલી હતો અને બીજા પગમાં સળીયા હતા. પણ હારીને બેસી જાય તો એ અરુણીમાં નહી. અનેક સંઘર્ષોની વચ્ચે પણ એણે પ્રયાસો ચાલુ જ રાખ્યા. દુનિયામાં કોઇને વિશ્વાસ નહોતો કે અરુણીમાં એવરેસ્ટ સર કરી શકશે. અનેક મુશ્કેલીઓનો સામનો કરતા કરતા, મૃત્યુ સામે બાથ ભીડીને પણ આ ભડવીર નારીએ તા.21મી મે 2013ના રોજ માઉન્ટ એવરેસ્ટ સર કરીને હોસ્પીટલની પથારી પર જોયેલા સપનાને સાકાર કર્યુ. લોકો મોઢામાં આંગળા નાંખી ગયા. ભારતની એક છોકરીએ અશક્યને શક્ય કરી બતાવ્યુ અને કોઇ વિકલાંગે એવરેસ્ટ સર કર્યુ હોય એવી પ્રથમ ઘટનાનું માન મેળવ્યુ. ત્યારબાદ અરુણીમાંએ વિશ્વના તમામ ઉંચા પર્વતો સર કરીને તીરંગો એ પર્વતો પર લહેરાવવાનો સંકલ્પ કર્યો અને પુરો પણ કર્યો. ગયા વર્ષે ભારત સરકારે દેશની આ શુરવિર દિકરીને પદ્મશ્રી એવોર્ડથી સન્માનીત પણ કરી.

મિત્રો, વિકલાંગતા શરીરથી નહિ, મનથી હોય છે. જે માણસ મનથી વિકલાંગ હોય એ શરીરથી ગમે તેટલો મજબુત હોય તો પણ કંઇ ન કરી શકે અને જે માણસ મનથી મજબુત હોય એને સફળ થતા કોઇ શારીરીક વિકલાંગતા ક્યારેય અટકાવી ન શકે.

Saturday, September 3, 2016

અંગત સ્વાર્થ માટે

એક શેઠને ત્યાં બે નોકરાણીઓ કામ કરતી હતી. એકદિવસ એક નોકરાણીને રસ્તામાંથી હિરાનું પેકેટ મળ્યું. એણે આ પેકેટ બીજી નોકરાણીને બતાવ્યું. બીજી નોકરાણીની દાનત બગડી એટલે એણે હિરા ફેંકી દીધા અને કહ્યુ, "આ હિરા નહિ પણ કાચના ટુકડા છે". પહેલી નોકરાણીએ એની બહેનપણીની વાત માની લીધી અને એ તો એનું કામ કરવા માટે ચાલી ગઇ.

બીજી નોકરાણીએ હરખાતા હરખાતા બધા હિરા ભેગા કરી લીધા. બીજા દિવસે બધા હિરા લઇને એ એક સોનીની દુકાને ગઇ અને કહ્યુ કે મારે આ હિરા વેંચવા છે. સોનીને નોકરાણીના પહેરવેશ પરથી સમજાય ગયુ કે આ હિરા નોકરાણીના તો નહી જ હોય એને ક્યાંકથી મળ્યા હશે અથવા કોઇના ચોર્યા હશે. હિરા અસલી છે કે નકલી એની સોનીને પણ ખબર નહોતી. સોનીએ હિરા હાથમાં લઇને જોયા અને બહાર ફેંકી દીધા. નોકરાણીને કહ્યુ, "બહેન, આ હિરા નહિ કાચના ટુકડા છે આની તો રાતી પાઇ પણ ન આવે". નોકરાણી નિરાસ થઇને ચાલી ગઇ.

નોકરાણીના ગયા પછી સોનીએ બધા હિરા ભેગા કરી લીધા. સોની આ હિરા લઇને હિરાના મોટા વેપારી પાસે ગયો અને વેપારીને હિરા બતાવીને કિંમત કરવા કહ્યુ. વેપારી હિરાનું મૂલ્ય જાણતો હતો આમ છતા હિરા પડાવી લેવા માટે વેપારીએ પણ હિરા ખોટા છે એમ કહીને શેરીમાં ફેંકી દીધા. વેપારીએ જેવા હિરા ફેંક્યા કે એ તુટી ગયા. ભગવાન આ બધી ઘટનના સાક્ષી હતા.

ભગવાને હિરાને પુછ્યુ, "અગાઉ તમને નોકરાણી અને સોનીએ રસ્તા પર ફેંક્યા ત્યારે તમે ના તુટયા પણ આ હિરાના વેપારીએ ફેંક્યા તો પળ્વારમાં જ કેમ તુટી ગયા ?" હિરાઓએ દુ:ખી હદયે કહ્યુ, "પ્રભુ, નોકરાણી અને સોનીએ અમને ફેંકી દીધા એનાથી અમને કોઇ તકલીફ ન પડી પણ આ હિરાના વેપારીએ ફેંક્યા એટલે તુટી ગયા. પહેલા બંનેને તો અમારા મૂલ્યની ખબર નહોતી એટલે ફેંક્યા પણ આ વેપારી તો અમારુ મૂલ્ય સારી રીતે જાણતો હતો અને છતા અમને ફેંક્યા એટલે અમે તુટી ગયા.

મિત્રો, આવુ જ આપણી બધાની સાથે થાય છે. જે આપણને ઓળખતા હોય, જાણતા હોય, સમજતા હોય, આપણી સાવ નજીકના હોય એવા લોકો જ્યારે પોતાના અંગત સ્વાર્થ માટે આપણને ફેંકી દે ત્યારે આપણે પણ તુટી જઇએ છીએ. આપણાથી આ ભૂલ ના થાય એ જોવું.

महिला चाहे घर को स्वर्ग बना सकती है !*

एक गांव में एक जमींदार था। उसके कई नौकरों में जग्गू भी था। गांव से लगी बस्ती में, बाकी मजदूरों के साथ दामू भी अपने पांच लड़कों के साथ रहता था। दामू की पत्नी बहुत पहले गुजर गई थी। एक झोंपड़े में वह बच्चों को पाल रहा था। बच्चे बड़े होते गये और जमींदार के घर
नौकरी में लगते गये। सब मजदूरों को शाम को मजूरी मिलती।

दामू और उसके लड़के चना और गुड़ लेते थे। चना भून कर गुड़ के साथ खा लेते थे। बस्ती वालों ने दामू को बड़े लड़के की शादी कर देने की सलाह दी। उसकी शादी हो गई और कुछ दिन बाद गौना भी आ गया। उस दिन दामू की झोंपड़ी के सामने बड़ी बमचक मची। बहुत लोग इकठ्ठा हुये नई बहू देखने को। फिर धीरे धीरे भीड़ छंटी। आदमी काम पर चले गये, औरतें अपने अपने घर। जाते जाते एक बुढ़िया बहू से कहती गई – पास ही घर है। किसी चीज की जरूरत हो तो संकोच मत करना, आ जाना लेने।

सबके जाने के बाद बहू ने घूंघट उठा कर अपनी ससुराल को देखा तो उसका कलेजा मुंह को आ गया। जर्जर सी झोंपड़ी, खूंटी पर टंगी कुछ पोटलियां और झोंपड़ी के बाहर बने छः चूल्हे (दामू और उसके सभी बच्चे अलग अलग चना भूनते थे)। बहू का मन हुआ कि उठे और सरपट अपने गांव भाग चले। पर अचानक उसे सोच कर धचका लगा– वहां कौन से नूर गड़े हैं। मां है नहीं। भाई भौजाई के राज में नौकरानी जैसी जिंदगी ही तो गुजारनी होगी। यह सोचते हुये वह बुक्का फाड़ रोने लगी। रोते-रोते थक कर शान्त हुई। मन में कुछ सोचा।

पड़ोसन के घर जा कर पूछा – अम्मां एक झाड़ू मिलेगा? बुढ़िया अम्मा ने झाड़ू, गोबर और मिट्टी दी। साथ मेंअपनी पोती को भेज दिया। वापस आ कर बहू ने एक चूल्हा छोड़ बाकी फोड़ दिये। सफाई कर गोबर-मिट्टी से झोंपड़ीऔर द्वार लीपा। फिर उसने सभी पोटलियों के चने एक साथ किये और अम्मा के घर जा कर चना पीसा। अम्मा ने उसे साग और चटनी भी दी। वापस आ कर बहू ने चने के आटे की रोटियां बनाई और इन्तजार करने लगी।

दामू और उसके लड़के जब लौटे तो एक ही चूल्हा देख भड़क गये। चिल्लाने लगे कि इसने तो आते ही सत्यानाश कर दिया। अपने आदमी का छोड़ बाकी सब का चूल्हा फोड़ दिया। झगड़े की आवाज सुन बहू झोंपड़ी से निकली। बोली –आप लोग हाथ मुंह धो कर बैठिये, मैं खाना
निकालती हूं। सब अचकचा गये! हाथ मुंह धो कर बैठे। बहू ने पत्तल पर खाना परोसा – रोटी, साग, चटनी। मुद्दत बाद उन्हें ऐसा खाना मिला था। खा कर अपनी अपनी कथरी ले वे सोने चले गये।

सुबह काम पर जाते समय बहू ने उन्हें एक एक रोटी और गुड़ दिया। चलते समय दामू से उसने पूछा – बाबूजी, मालिक आप लोगों को चना और गुड़ ही देता है क्या? दामू ने बताया कि मिलता तो सभी अन्न है पर वे चना-गुड़ ही लेते हैं। आसान रहता है खाने में। बहू ने समझाया कि सब अलग अलग प्रकार का अनाज लिया करें।

देवर ने बताया कि उसका काम लकड़ी चीरना है। बहू ने उसे घर के ईंधन के लिये भी कुछ लकड़ी लाने को कहा। बहू सब की मजदूरी के अनाज से एक-एक मुठ्ठी अन्न अलग रखती। उससे बनिये की दुकान से बाकी जरूरत की चीजें लाती। दामू की गृहस्थी धड़ल्ले से चल पड़ी। एक दिन सभी भाइयों और बाप ने तालाब की मिट्टी से झोंपड़ी के आगे बाड़ बनाया।

बहू के गुण गांव में चर्चित होने लगे। जमींदार तक यह बात पंहुची। वह कभी कभी बस्ती में आया करता था। आज वह दामू के घर उसकी बहू को आशीर्वाद देने आया। बहू ने पैर छू प्रणाम किया तो जमींदार ने उसे एक हार दिया। हार माथे से लगा बहू ने कहा कि मालिक यह हमारे किस काम आयेगा। इससे अच्छा होता कि मालिक हमें चार लाठी जमीन दिये होते झोंपड़ी के दायें-बायें, तो एक कोठरी बन जाती।

बहू की चतुराई पर जमींदार हंस पड़ा। बोला – ठीक, जमीन तो दामू को मिलेगी ही। यह हार तो तुम्हारा हुआ।

*महिला चाहे घर को स्वर्ग बना सकती है !*