આર્થર એશ. ટેનિશ જગતનું બહું મોટું નામ છે. વિમ્બલ્ડનમાં એ વિશ્વ વિજેતા બનેલો હતો.
1983માં આર્થરને એઇડસ ડીટેક્ટ થયો. એઇડસ માટે એનું અસંયમિત જીવન નહી પણ એના હદયના ઓપરેશન વખતે ચડાવવામાં આવેલું લોહી જવાબદાર હતું. આ એવો સમય હતો કે ત્યારે હજુ એઇડસથી દુનિયા બહું પરિચિત નહોતી. એઇડસના ઉપચાર માટેની યોગ્ય પધ્ધતિઓ કે દવાઓ ઉપલબ્ધ નહોતી.
આર્થર એશ મરણ પથારીએ પડયો. એના લાખો ચાહકો એના માટે ભગવાનને પ્રાર્થના કરતા અને શુભેચ્છાના પત્રો લખતા.
એક ચાહકે પત્ર લખ્યો જેમાં એણે લખ્યુ હતું કે, " તમારે ભગવાનને પ્રશ્ન કરવો જોઇએ કે આ દુનિયામાં કરોડો માણસો વસે છે આવા મહાભયંકર રોગ માટે તમે મને જ કેમ પસંદ કર્યો ?"
આર્થર એશએ તેના આ ચાહકને બહું સરસ જવાબ લખીને મોકલ્યો.
"ભાઇ,
તમારી શુભેચ્છાઓ બદલ આભાર.
તમારા પ્રશ્નના જવાબમાં મારે એટલું જ કહેવું છે કે આ દુનિયામાં લગભગ 5 કરોડ બાળકો ટેનિસ રમવાની શરૂઆત કરે છે તેમાંથી 50 લાખ જેટલા બાળકો ટેનિસ રમી શકે છે.
5 લાખ જેટલા સારું ટેનીસ રમી શકે છે. આ 5 લાખમાંથી 50000 જેટલા પ્રોફેશનલી રમવા સક્ષમ બને છે અને તેમાથી 5000 જેટલા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રમી શકે છે.
ગ્રાન્ડ સ્લેમ સુધી તો માંડ 50 પહોંચી શકે. સેમી ફાઇનલમાં 4 ને જ તક મળે અને ફાઇનલમાં 2 જ હોય અને તેમાં પણ વિશ્વવિજેતાનો ખિતાબ તો કોઇ એક ને જ મળે.
મને જ્યારે વિશ્વવિજેતાનો ખીતાબ મળ્યો ત્યારે મે ભગવાનને એવું નહોતું પુછ્યુ કે આ કરોડો લોકોમાંથી વિશ્વવિજેતા બનવા માટે તે મારી જ પસંદગી કેમ કરી ? તો અત્યારે હુ ભગવાનને આવો સવાલ કેમ કરી શકું કે આ રોગ માટે તે મારી જ પસંદગી કેમ કરી?"
સવળી સમજથી દુ:ખોની વચ્ચે પણ સુખની અનુભૂતિ શક્ય છે. મોરારી બાપુના આ શબ્દો યાદ રાખીએ...." આપણી ઇચ્છા મુજબ થાય તો હરીકૃપા અને ઇચ્છા મુજબ ન થાય તો હરીઇચ્છા."
No comments:
Post a Comment