Tuesday, June 28, 2016

સંત તુકારામ

સંત તુકારામ ના પત્ની ખૂબ કર્કશ સ્વભાવ ના અને ઝઘળાડુ હતા. તેને સંતના ભક્તિ ના કામ ગમતાં નહોતા. તેથી વારંવાર સંતને કડવા વચનો કહેતા તેમજ વાસણ કે વેલણ થી પૂજા કરી લેતા!તુકારામજીને રંજ કે ફરિયાદ ન હતી. એક વખત સંત શેરડી નો સાંઠો લાવ્યા પૃસાદ કરી પત્ની ને ખાવા આપ્યો . તેના પત્ની કોઈ ક બાબતે વ્યથિત હશે તેથી આવેશ માં સંતને સાંઠો વાંસામાં ફટકાર્યો. બે કટકા થઈ ગયા. સંત બોલ્યા મને ખબર હતી કે તું મને મૂકી ને એકલી નહીં જ ખાય! એટલે જ બે કટકા કર્યા! શું તારો પ્રેમ ! જોકે મોટા ભાગે ભક્તો, સન્તો ,ફિલસુફો અને વૈજ્ઞાનિકો ના પત્નીઓ કર્કશા હોય છે. કદાચ તેમની સફળતાની પાછળ આરીતે તેમનો હાથ હશે. સોક્રેટિસ અને આઈન્સ્ટાઈન આના જાણીતા ઉદાહરણ છે. ભક્તિના માર્ગ પર જાવ એટલે પરીક્ષા થાય અને પહેલો વિરોધ પોતાનાજ કુટુંબમાં થી થાય.પત્ની ,સંતાનો,ભાઈ બહેનો વિરોધ કરે. પડોશી ,સગા વ્હાલા અને જ્ઞાતિજનો તો છેજ. નરસિમહેતા અને મીરાંબાઈ જાણીતા દાખલા છે.

No comments:

Post a Comment