એક વાર એક પોપટને ઉધરસ થઇ હોવાથી ચંપકલાલ તેના ફેમીલી ડોક્ટર પાસે લઇ ગયા. અને કહે આનો ઈલાજ કરો..તેના ફેમીલી ડોક્ટર કહે આ તો પશુ-પક્ષીના ડોક્ટરનો કેશ છે. હું તો માણસોનો ઈલાજ કરું છું. તો ચંપકલાલ કહે:આને તમે પશુ-પક્ષીના કહો આ તો અમારો ફેમીલી મેમ્બર છે. અને તમે અમારા ફેમીલી ડોક્ટર છો. એટલે ઈલાજ તો તમારેજ કરવો પડશે. ડોક્ટર કહે કાલે તમે બધાં ફેમીલી સાથે આવો, હું ઈલાજ કરી આપીશ. બીજે દિવસે ફેમીલી મેમ્બર બધાં પોપટને લઈને ડોક્ટર પાસે આવ્યા..ડોક્ટરે બધાને તપાસ્યા અને પોપટ સિવાય બધાને દવા આપી. ચંપકલાલ કહે: અમને બધાને નહી પોપટને દવા આપો. ડોક્ટર કહે દવાની પોપટને જરૂર નથી.પોપટ તો તમારું અનુકરણ કરે છે. પહેલા રોજ સવારમાં ઉઠીને તમે સીતારામ બોલતા તો પોપટ સીતારામ બોલતો, પણ હવે રોજ સવારથી આખું ઘર ખો ખો કરે છે માટે પોપટ તો અનુકરણ કરે છે. તમે દવા લેશો એટલે પોપટને સારું થય જશે.
મોરલ : છોકરાઓ પણ પોપટ જેવાજ હોય છે, જે નજીકનાઓ નું અનુકરણ કરે છે, જો વ્યાસન હોય તો છોકરાઓની ભાળતા ન કરવું
@ નીતિન ગજ્જર
No comments:
Post a Comment